Home » Maharashtra » Latest News » Mumbai » ઔરંગાબાદ રમખાણ : 2500 પર રમખાણનો ગુનો, 25ની ધરપકડ | Rioting took place due to minor dispute in old Aurangabad pearl section

ઔરંગાબાદ રમખાણ : 2500 પર રમખાણનો ગુનો, 25ની ધરપકડ

Divyabhaskar.com | Updated - May 15, 2018, 01:54 AM

શુક્રવારે જૂના ઔરંગાબાદના મોતીકારંજા ભાગમાં થયેલા નજીવા વિવાદને કારણે રમખાણો થયા હતા

  • ઔરંગાબાદ રમખાણ : 2500 પર રમખાણનો ગુનો, 25ની ધરપકડ | Rioting took place due to minor dispute in old Aurangabad pearl section

    પ્રતિકાત્મક તસવીર

    ઔરંગાબાદ: ઔરંગાબાદ શહેરમાં શુક્રવારે મધરાત્રે રમખાણો કરનારાઓને શોધીને પોલીસે ધરપકડ શરૂ કરી હતી. એમાં સહભાગી થનારા 2500થી વધારે અજ્ઞાત લોકો પર રમખાણ મચાવવા, ગેરકાયદે શસ્ત્રો રાખવા, મારપીટ અને ખૂનનો પ્રયત્ન કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એમાંથી ઓળખાઈ જનારા 40 લોકો પર સીધા રમખાણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોઈ 25 જણની ધરપકડ પણ કરવામાં આવી હતી. કેટલાકક સગીર સંશયિતોનો પણ રમખાણોમાં સહભાગ હોવાની માહિતી હોઈ તેમની શોધખોળ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું હતું.


    શુક્રવારે જૂના ઔરંગાબાદના મોતીકારંજા ભાગમાં થયેલા નજીવા વિવાદને કારણે રમખાણો થયા હતા. અનેક દુકાનો, કાર્યાલયો, ઘર અને વાહનોને આગચંપી કરવામાં આવી હતી. આ રમખાણમાં 2 જણના મૃત્યુ થયા અને 250 કરતા વધારે લોકો જખમી થયા હતા. પોલીસે શનિવારથી સીસી ટીવી ફૂટેજ, સૂત્રો અને અન્ય માધ્યમો પાસેથી માહિતી ભેગી કરીને રમખાણો મચાવનારને ઓળખવાનું કામ શરૂ કર્યું હતું. એમાંથી કેટલાક સંશયિત જખમી થવાથી તેમની સારવાર ચાલુ છે. રમખાણગ્રસ્ત શહાગંજ, મોતીકારંજા, રાજાબજાર, ચેલીપુરા, ગાંધીનગરમાં પોલીસે પંચનામા કરીને નુકસાનીની માહિતી લીધી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Maharashtra

Trending

વીડિયો વધુ જુઓ