• Home
  • Maharashtra
  • Latest News
  • Mumbai
  • વૉટ્સઍપ ગ્રૂપમાંથી રિમૂવ કરાયેલા મેમ્બરે એડમિન પર હુમલો કરાવ્યો! | Removed member from Wotswap group attacked admin!

વૉટ્સઍપ ગ્રૂપમાંથી રિમૂવ કરાયેલા મેમ્બરે એડમિન પર હુમલો કરાવ્યો!

અહેમદનગરની ઘટના, કોલેજ છોડી ચૂકેલા યુવકને કોલેજના ગ્રૂપમાંથી રિમૂવ કરાયો તે અપમાન લાગ્યું

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - May 23, 2018, 03:10 AM
વૉટ્સઍપ ગ્રૂપમાંથી રિમૂવ કરાયેલા મેમ્બરે એડમિન પર હુમલો કરાવ્યો! | Removed member from Wotswap group attacked admin!

મુંબઇ: વૉટ્સઍપ સહિત સોશિયલ મીડિયાની બોલબાલાવાળા વર્તમાન સમયમાં વૉટ્સઅૅપ સંબંધી ગુનાની મહારાષ્ટ્રમાં એક ઘટના બની છે. અહેમદનગરમાં એક વૉટ્સઅૅપ ગ્રૂપમાંથી એક મેમ્બરને રિમૂવ કરાતાં તેના ઇશારે કેટલાક યુવકોએ તે વૉટ્સઅૅપ ગ્રૂપના એડમિન પર હુમલો કર્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. અહેમદનગરના એમઆઇડીસી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિનોદ ચવાણે કહ્યું કે અહેમદનગરના ચૈતન્ય શિવાજી ભોર (18) પર ગત 17 તારીખે અહેમદનગર-મનમાડ રોડ પરની એક મેસમાં 3 શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો.


અહેમદનગરની એગ્રિકલ્ચર કોલેજના સ્ટુડન્ટ ચૈતન્યએ તેની કોલેજના કેટલાક સ્ટુડન્ટ્સનું એક વૉટ્સઍપ ગ્રૂપ બનાવ્યું હતું. સચિન ગડખ નામનો આ ગ્રૂપનો એક મેમ્બર કોલેજ છોડી ચૂક્યો હોવાથી ચૈતન્યએ તાજેતરમાં તેને ગ્રૂપમાંથી રિમૂવ કર્યો હતો. સચિનને આ પોતાનું અપમાન લાગ્યું અને તેણે આ અપમાનનો બદલો લેવાનું નક્કી કર્યું. ગત 17 તારીખે ચૈતન્ય જ્યાં જમવા બેઠો હતો તે મેસમાં સચિનનો મિત્ર અમોલ અન્ય બે શખ્સો સાથે ગયો અને તેણે ચૈતન્યના પેટ, મોં અને પીઠ પર તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા.
હુમલાથી ગંભીર રીતે ઘવાયેલા ચૈતન્યને નજીકની હોસ્પિટલમાં લઇ જવાયો હતો અને બાદમાં પૂણે શિફ્ટ કરાયો. હુમલાખોરો ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. તેઓ નેવાસા તાલુકાના સોનાઇ ગામના છે. પોલીસે ચૈતન્યની ફરિયાદના પગલે સચિન, અમોલ તથા અન્ય બે શખ્સો સામે આઇપીસીની કલમ 307 અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

X
વૉટ્સઍપ ગ્રૂપમાંથી રિમૂવ કરાયેલા મેમ્બરે એડમિન પર હુમલો કરાવ્યો! | Removed member from Wotswap group attacked admin!
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App