Home » Maharashtra » Latest News » Mumbai » rajkot to south india spl train

રેલસેવા/ રાજકોટથી મુંબઈના પ્રવાસીઓ માટે દક્ષિણ દર્શન સ્પે. પ્રવાસી ટ્રેન દોડશે

Divyabhaskar.com | Updated - Dec 07, 2018, 05:16 PM

16 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધી દક્ષિણ દર્શનનો પ્રવાસ

 • rajkot to south india spl train
  પ્રતિકાત્મક તસવીર


  * 16 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધી દક્ષિણ દર્શનનો પ્રવાસ

  * રાજકોટથી 16મી જાન્યુઆરીએ દક્ષિણ દર્શન સ્પે.પ્રવાસી ટ્રેન દોડશે

  રાજકોટ: IRCTC દ્વારા 16 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી દક્ષિણ દર્શન સ્પેશિયલ પ્રવાસ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દક્ષિણ ભારતના તીર્થ સ્થાનોને આવરી

  લેવામાં આવ્યાં છે. આ સ્પેશિયલ ટ્રેન 16મી તારીખે રાજકોટ જંકશનની રવાના થઈને 27મી જાન્યુઆરીએ રાજકોટમાં પરત ફરશે. આમ કુલ 11 રાત્રી અને 12 દિવસનો પ્રવાસ થશે.

  આ ટ્રેનમાં રાજકોટથી મુંબઈ સુધીના લોકો પ્રવાસ કરી શકશે

  દક્ષિણ દર્શન સ્પે. ટ્રેનમાં રાજકોટ સહિત સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, કલ્યાણ અને પુણેથી લોકો આ ટ્રેનનો પ્રવાસી કરી શકશે. પ્રવાસ દીઠ પેકેજ ખર્ચ સ્લીપર ક્લાસ ટુ ટાયર માટે 11,340 અને થ્રી ટાયર એસી માટે 13,860 રાખવામાં આવ્યો છે.

  11 રાત્રી અને 12 દિવસના પ્રવાસનું આયોજન

  રાજકોટથી 16 જાન્યુઆરીએ ઉપડતી દક્ષિણ દર્શન સ્પેશિયલ ટ્રેન 18મી તારીખે સીધી રામેશ્વર તથા જ્યોર્તિલિંગ સહિત દેવદર્શન માટે રાત્રિ રોકાણ કરશે. ત્યાર બાદ મદુરાઈ બાદ નાગરકોઈલ સ્ટેશનથી કન્યાકુમારી, સનસેટ, સનરાઈઝ, સાઈડ સીન, કોચુવેલી ત્રિવેન્દ્રમ જશે. જ્યાં બીચ, સંતગિરિ આશ્રમ. સુચિન્દ્રમ મંદિર સહિતના મંદિરોમાં દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. જે બાદ રેણીટૂંગા સ્ટેશનથી તિરૂપતિ દર્શન માટે જશે અને તે પછી શિરડી સાંઈ મંદિર અને શનિ શિંગણાપુર દર્શન કરીને 27મીએ રાજકોટ પરત ફરશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Maharashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ