રાજકોટ ડિવિઝનની દુરન્તો એક્સપ્રેસ ટ્રેન હવે મુંબઈ લઈ ગયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો

* ગુજરાતની માલિકીની દુરન્તો ટ્રેન મુંબઈને સોંપવામાં આવી

રાજકોટ: ગુજરાતની દુરન્તો એક્સપ્રેસ ટ્રેનને હવે મુંબઈ ડિવિઝનને સોંપવામાં આવી છે. જેની પાછળનું કારણ એવું છે કે આ ટ્રેનની મરામત થઈ શકે તેવી વ્યવસ્થા રાજકોટ ડિવિઝન પાસે નથી. જેથી આ ટ્રેનને મુંબઈ ડિવિઝનને સોંપવામાં આવી છે.

 

દુરન્તો ટ્રેનને રાજકોટ ડિવિઝનને સોંપવાની જરૂર જ ન હતી

 

છ મહિના સુધી આ ટ્રેનનો વહીવટ સંભાળ્યા બાદ આખરે રાજકોટ ડિવિઝને દુરન્તો ટ્રેનને મુંબઈ ડિવિઝનને સોંપી દીધી છે.  જેથી હવે ગુજરાતની માલિકીની ગણાતી દુરન્તો એક્સપ્રેસની માલિકી મુંબઈ રેલવે ડિવિઝનની થઈ ગઈ છે. મુંબઈ ડિવિઝનને આ ટ્રેન સોંપવા પાછળનું કારણ એવું છે કે રાજકોટ પાસે આ ટ્રેનની મરામત કરવા માટેની કોઈ વ્યસ્થાન નથી. એક અધિકારીના જણાવ્યા અનુસાર રાજકોટ ડિવિઝનમાં મેઈન્ટેન્સ નહીં થઈ શકવાને કારણે મુંબઈ ડિવિઝનને આ ટ્રેન સોંપાઈ છે. પરંતુ તેને કારણે માલિકી હક્ક બદલાઈ જાય તેવું નથી. દૂરન્તોની માલિકી તો વેસ્ટર્ન રેલ્વેની જ છે.  આ સાથે જ કહ્યું કે અમદાવાદ રેલવેને જાણે પાસિંગ સ્ટેશન બનાવી દેવાયું છે . ખરેખર તો દુરન્તો ટ્રેનને રાજકોટ ડિવિઝનને સોંપવાની જરૂર જ ન હતી.

 

અમદાવાદના પ્રવાસીઓ માટે દુરન્તો એક્સપ્રેસ આશીર્વાદરૂપ

 

મુંબઇ જતા અમદાવાદના પ્રવાસીઓ માટે દુરન્તો એક્સપ્રેસ આશીર્વાદરૂપ છે. આ ટ્રેન માત્ર છ કલાકમાં અમદાવાદથી મુંબઇનું અંતર કાપી લે છે. થોડો વખત પહેલા આ ટ્રેનને રાજકોટ સુધી લંબાવવામાં આવી હતી. જેથી આ ટ્રેનનો વહીવટ અમદાવાદ રેલવે ડિવિઝને રાજકોટ ડિવિઝનને સોંપી દીધો હતો. જેથી રોજેરોજ ટ્રેનનું મેન્ટેનન્સ પણ રાજકોટ ડિવિઝન કરવાનું હતું.