Divya Bhaskar

Home » Maharashtra » Latest News » Mumbai » લોકસભાની પેટાચૂંટણીમાં ભાજપ- શિવસેનાની ટક્કર | Rajendra Gavit will fight from BJP on Palghar seat

લોકસભાની પેટાચૂંટણીમાં ભાજપ- શિવસેનાની ટક્કર

Divyabhaskar.com | Updated - May 09, 2018, 03:41 AM

પાલઘરની સીટની ઉમેદવારી આપવા ભાજપ તરફથી રાજેન્દ્ર ગાવિતનું નામ સંસદીય બોર્ડને મોકલવામાં આવશે

  • લોકસભાની પેટાચૂંટણીમાં ભાજપ- શિવસેનાની ટક્કર | Rajendra Gavit will fight from BJP on Palghar seat

    મુંબઈ: રાજ્યમાં કોંગ્રેસને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. આદિવાસી સમાજના કોંગ્રેસના મોટા નેતા અને ભૂતપૂર્વ મંત્રી રાજેન્દ્ર ગાવિતે ભાજપમાં પ્રવેશ કર્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને પ્રદેશાધ્યક્ષ રાવસાહેબ દાનવેની ઉપસ્થિતિમાં તેમણે મુંબઈના ભાજપ મુખ્યાલયમાં પક્ષપ્રવેશ કર્યો હતો. પાલઘર લોકસભા પેટાચૂંટણીમાં શિવસેના અને ભાજપમાં લડત છે, કારણ કે શિવસેના તરફથી શ્રીનિવાસ વનગાને ઉમેદવારી આપવામાં આવી છે. વનગાએ શિવસેના તરફથી ઉમેદવારી અરજી દાખલ કરી હતી.

    કોંગ્રેસમાંથી ગાવિત ભાજપમાં


    પાલઘરની સીટની ઉમેદવારી આપવા ભાજપ તરફથી રાજેન્દ્ર ગાવિતનું નામ સંસદીય બોર્ડને મોકલવામાં આવશે. એ પછી તેમના નામ પર મંજૂરીનો સિક્કો મારવામાં આવશે એવી માહિતી દાનવેએ આપી હતી. દરમિયાન ભંડારા-ગોંદિયા લોકસભા પેટાચૂંટણી માટે ટૂંક સમયમાં ઉમેદવાર જાહેર કરવામાં આવશે. નાના પાટોલેના રાજીનામા પછી આ સીટ ખાલી થઈ છે.

    શિવસેનાના ટેકાની આશા


    ચિંતામણરાવ વનગાના પુત્રને જ ભાજપ તરફથી ટિકિટ મળવાની હતી. પણ તેમણે તે પૂર્વે જ શિવસેનામાં પ્રવેશ કર્યો એ કમનસીબી છે એમ મુખ્ય મંત્રી ફડણવીસે જણાવ્યું હતું. પાલઘરની સીટ ભાજપની છે. શિવસેનાએ પાછળ હટવું જોઈએ. હજી પણ શિવસેનાના ટેકાની આશા છે. પાલઘરમાં ચિંતામણ વનગાએ પક્ષનું કદ મોટું કર્યું હતું. તેથી પાલઘરમાં ભાજપને જીત નહીં મળે તો એ તેમના માટે શ્રદ્ધાંજલિ નહીં હોય એમ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું.

    28 મેના પેટાચૂંટણી


    પાલઘર લોકસભા પેટાચૂંટણી માટે હજી સુધી 18 ઉમેદવારોએ અરજી દાખલ કરી છે. પાલઘર અને ગોંદિયા લોકસભા મતદારસંઘ માટે 28 મેના પેટાચૂંટણી થવાની હોઈ 31 મેના મતગણતરી થશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Maharashtra

Trending