Home » Maharashtra » Latest News » Mumbai » Procedure was launched against the rickshaw drivers, who rejected the lease

ભાડુ નકારનારા રિક્ષાચાલકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 05:00 AM

આરટીઓએ રિક્ષાચાલકો વિરુદ્ધ કાર્યવાહીનો દંડો ઉગામવાની શરૂઆત કરી છે

  • Procedure was launched against the rickshaw drivers, who rejected the lease

    મુંબઈ: ભાડુ નકારતા રિક્ષાચાલકોનો અનુભવ હિંગોલીના પોલીસ ઉપઅધીક્ષકને તાજેતરમાં થયો હોઈ અને તેમણે આ અનુભવ જણાવ્યા બાદ મોડેથી જાગેલ આરટીઓએ રિક્ષાચાલકો વિરુદ્ધ કાર્યવાહીનો દંડો ઉગામવાની શરૂઆત કરી છે. એના માટે 26 માર્ચથી શરૂ થયેલ વિશેષ ઝુંબેશમાં 91 રિક્ષાચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.


    24 માર્ચ 2018ના હિંગોલીના પોલીસ ઉપઅધીક્ષક સુજાતા પાટીલ 15 કલાકનો પ્રવાસ કરીને ભોપાલથી મુંબઈ પહોંચ્યા હતા. હાથમાં સામાન, પગમાં ફ્રેકચર અને પુત્રી બીમાર હતી. તેઓ સવારના 10 વાગ્યે અંધેરી પહોંચ્યા હતા અને પશ્ચિમ તરફ જઈને રિક્ષાચાલકો પાસે મદદ માગી હતી. પણ બધા ભાડુ નકારી દેતા હતા. આખરે આ બાબત તેમણે સામે ઊભેલા પોલીસ ચોકીમાં જણાવી હતી. ત્યાંના કર્મચારીઓએ તેમને મદદ કરવાના બદલે પાટીલ સાથે બોલાચાલી કરી હતી.

    એ સમયે પાટીલે પોતાની પોલીસ તરીકેની ઓળખ ઉઘાડી કરી નહોતી. પછી આ અનુભવ તેમણે ફેસબુક પર જણાવ્યો હતો. પછી મોડેથી જાગેલા આરટીઓએ ભાડુ નકારતા રિક્ષાચાલકો વિરુદ્ધ કાર્યવાહીને દંડો ઉગામવાની શરૂઆત કરી હતી. એના માટે પરિવહન વિભાગ તરફથી કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો હતો. 26 માર્ચથી અંધેરી અને વડાલા આરટીઓએ કાર્યવાહીની શરૂઆત કરી હતી. અત્યાર સુધી 91 દોષી પ્રકરણની નોંધ થઈ છે.

    એમાં વિવિધ પ્રકરણમાં અંધેરી આરટીઓ તરફથી 52 અને વડાલા આરટીઓમાં 39 વાહન દોષી જણાયા હોવાનું આરટીઓ તરફથી જણાવવામાં આવ્યું હતું. અંધેરીમાં 52 પ્રકરણોમાંથી 44 અને વડાલા આરટીઓમાં 39 પ્રકરણોમાંથી 10 પ્રકરણ ભાડુ નકારવાના છે. આ કાર્યવાહી હજી કેટલાક દિવસ ચાલુ રાખવામાં આવશે એમ બંને આરટીઓ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.

    દંડમાં વધારો?


    કેટલાક દિવસો પહેલાં રિક્ષાના ઈલેકટ્રોનિક મીટર સાથે ચેડાં કરવાની ઘટના બની હતી. એના લીધે ભાડામાં વધારો થાય છે. આ બાબત એક પ્રવાસીએ ધ્યાનમાં લાવી હતી. આ ઘટના પછી આરટીઓ તરફથી મીટર સાથે ચેડાં કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. રિક્ષા જપ્તી માટે સખત કાર્યવાહી કરવાના બદલે સેંકડો રિક્ષાચાલકો વિરુદ્ધ કાગળપત્રો જપ્ત કરવા અને દંડની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મીટર સાથે ચેડાં કરવા પર અંકુશ લાવવા દંડની રકમમાં વધારો કરવાનો વિચાર આરટીઓ દ્વારા થઈ રહ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Maharashtra

Trending

વીડિયો વધુ જુઓ