Home » Maharashtra » Latest News » Mumbai » CAકીર્તિ વ્યાસનો મૃતદેહ શોધવામાં પોલીસ નિષ્ફળ | Police failed to find the body of the CA kirti vyas

મુંબઈ: CAકીર્તિ વ્યાસનો મૃતદેહ શોધવામાં પોલીસ નિષ્ફળ

Divyabhaskar.com | Updated - May 15, 2018, 03:03 AM

16 માર્ચે આરોપીઓએ કીર્તિને તેના ગ્રાન્ટ ખાતેના ઘરેથી સવારે ખુશીની ફોર્ડ ઈકોસ્પોર્ટમાં લિફ્ટ આપી હતી

  • CAકીર્તિ વ્યાસનો મૃતદેહ શોધવામાં પોલીસ નિષ્ફળ | Police failed to find the body of the CA kirti vyas

    મુંબઈ: ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને અંધેરીના એક પ્રખ્યાત સેલોનમાં મેનેજર તરીકે ફરજ બજાવતી 28 વર્ષીય કીર્તિ વ્યાસ રહસ્યમય રીતે ગુમ થયા પછી લગભગ બે મહિના બાદ પોલીસે તેની હત્યા થયાનું શોધી કાઢીને આ જ સેલોનમાં કામ કરતા તેના સાથીઓ સિદ્ધેશ તામ્હણકર અને ખુશી સંઝવાનીની ધરપકડ કરી છે, પરંતુ કીર્તિનો મૃતદેહ શોધી કાઢવામાં પોલીસને હજુ પણ સફળતા મળી નથી.16 માર્ચે આરોપીઓએ કીર્તિને તેના ગ્રાન્ટ ખાતેના ઘરેથી સવારે ખુશીની ફોર્ડ ઈકોસ્પોર્ટમાં લિફ્ટ આપી હતી, જે પછી તે ગાયબ થઈ ગઈ હતી. 50 દિવસ પછી પોલીસે વિવિધ પુરાવાઓને આધારે સિદ્ધેશ અને તામ્હણકરની ધરપકડ કરી હતી, જેમણે હત્યાની કબૂલાત કરીને લાશને વડાલા ખાતે આઈમેક્સ થિયેટર નજીક નાળામાં ફેંકી દીધી હોવાનું જણાવ્યું હતું.

    સિદ્ધેશ અને ખુશીના રિમાંડ 15 મેના રોજ પૂરા થવાના છે

    આ પછી પોલીસે નાળું જ્યાં નીકળે છે તે દિશામાં મુંબઈના દરિયાકાંઠા અને અલીબાગ સુધી તપાસ કરી, પરંતુ કીર્તિની લાશ મળી નથી. મહાપાલિકા અને સ્થાનિક માછીમારોની પણ મદદ લેવામાં આવી હતી, પરંતુ સફળતા મળી નથી.ઉચ્ચ કક્ષાના ડ્રોન સાથે બે નિષ્ણાતોને પણ કામે લગાવ્યા હતા, જેમાં પણ સફળતા મળી નહોતી. આથી હવે તે ભારતીય તટરક્ષક દળની મદદ લેવા માગે છે. દરમિયાન સિદ્ધેશ અને ખુશીના રિમાંડ 15 મેના રોજ પૂરા થવાના છે. આથી કોર્ટ કસ્ટડી વધારશે કે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપશે તે બાબતે સૌને ઉત્સુકતા છે.


    નોંધનીય છે કે સિદ્ધેશની કામગીરીને લઈ કીર્તિએ તેને નોટિસ આપી હતી. તેને કામગીરી સુધારે નહીં તો નોકરીમાંથી પાણીચું આપી દેવાની નોટિસ આપવામાં આવી હતી. બીજી બાજુ જો નોકરીમાંથી છૂટો થઈ જશે તો ખુશી સાથે લગ્ન કરીને જીવન વિતાવવાનું મુશ્કેલ બનશે એવું વિચારીને સિદ્ધેશે ખુશી સાથીને મળીને કીર્તિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Maharashtra

Trending

વીડિયો વધુ જુઓ