મુંબઈ/ ભુજ-દાદર એક્સપ્રેસમાં મહિલાની હત્યા મામલે એકની ધરપકડ

મહિલાની ટ્રેનમાં હત્યા
મહિલાની ટ્રેનમાં હત્યા

divyabhaskar.com

Dec 20, 2018, 02:23 PM IST

* માહિમની ઝૂંપડપટ્ટીમાં રહેતા મોહમ્મદ મુલ્લાની ધરપકડ


મુંબઈ: ભુજ-દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં ગુજરાતની મહિલાની થયેલી હત્યા મામલે મુંબઈ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. સાતમી ડિસેમ્બરે ભુજ-દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસના મહિલા કોચમાં દરિયાદેવી ચૌધરીનો મૃતદેહ ગળુ કપાયેલી હાલતમાં મળી આવ્યો હતો. તે મુંબઈમાં પોતાના સંબંધીને મળવા આવી રહી હતી ત્યારે તેની લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હતી.

સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ


પોલીસને મૃતદેહની બાજુમાંથી હત્યારાની ટોપી અને શર્ટ મળી આવ્યો હતો. પોલીસે સુરત, વસઇ, બોરીવલી અને દાદર રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા અને બોરીવલીના ફૂટેજમાં એવો જ શર્ટ અને ટોપી પહેરેલો શખ્સ જોવા મળ્યો હતો. પોલીસે આ ફૂટેજના આધારે માહિમની ઝૂંપડપટ્ટીમાં રહેતા મોહમ્મદ મુલ્લાની ધરપકડ કરી હતી.

આરોપી મોહમ્મદને રેલવે કોર્ટમાં રજૂ કરાયો


પોલીસે જણાવ્યું હતું કે મોહમ્મદ મુલ્લા (42)નો દેખાવ બિલકુલ સીસીટીવીમાં દેખાતી વ્યક્તિ જેવો જ છે. જો કે હજુ દરિયાદેવીના દાગિના અને રોકડ જપ્ત કરાયા નથી. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને રેલવે કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટે તેને 6 દિવસની પોલીસ કસ્ટડી ફટકારી છે.

X
મહિલાની ટ્રેનમાં હત્યામહિલાની ટ્રેનમાં હત્યા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી