મહારાષ્ટ્રથી ગુજરાત લવાતો 18 કિલો ગાંજો નેત્રંગથી ઝડપાયો, 2ની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો

* બાતમીના આધારે પોલીસે 18 કિલો ગાંજો જપ્ત કર્યો

 

ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તાર નેત્રંગ ચાર રસ્તા પરથી 18 કિલો ગાંજા સાથે બે ઇસમોની ધરપકડ કરવામાં આવી છે.  SOG PI અને નેત્રંગ પો.સ્ટેશન PSIએ બાતમીના આધારે વોચ ગોઠવીને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો અને બંનેને પકડીને જેલ હવાલે કર્યા હતા. જેમાં આરોપીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે તે ગાંજો મહારાષ્ટ્રમાંથી લાવવામાં આવી રહ્યો હતો. 

 

1160 રૂપિયાની રોકડ સાથે આરોપીઓની ધરપકડ

મહારાષ્ટ્રના ડોંડાઇચાથી અમદાવાદ લઈ જવાતા મોટાપાયે ગાંજાની હેરાફેરીનો નેત્રંગ ચાર રસ્તા પર પર્દાફાશ થયો હતો. જેમાં SOG PI અને નેત્રંગ .સ્ટેશન PSIએ ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી હતી. જે દરમિયાન અંકલેશ્વર તરફ જતાં વાહનોમાં ચેકિંગ દરમિયાન પોલીસે 18 કિલો ગાંજાના જથ્થા સાથે 2 ઇસમોને પકડી પાડ્યાં હતા. જેમાં ઈમરાન હુસેન ઈબ્રાઈમ મલેક પાસેથી 1160 રૂપિયાની રોકડ જપ્ત કરી જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે.