રાજકોટ: મુંબઈથી આવતી વધુ એક ફ્લાઈટનું બનશે પાર્કિગ, નવા એપ્રોનનું નિર્માણ શરૂ

DivyaBhaskar.com

Dec 06, 2018, 09:57 AM IST
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

* વધુ ફ્લાઈટના પાર્કિગ માટે નવા એપ્રોનનું નિર્માણ શરૂ
* એક સાથે વધુ ફ્લાઈટ ઉતરણ કરી શકે તે માટે હાથ ધરાયો પ્રોજેક્ટ

રાજકોટ: મુંબઈથી રાજકોટનું મોટું બોઈંગ શરૂ થતાં રાજકોટ એરપોર્ટ પર દરરોજ આવતી 5 ફ્લાઈટ ઘટીને 4 થઈ ગઈ છે. જેથી એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાની મંજૂરી બાદ વધુ ફ્લાઈટના પાર્કિગ માટે નવા એપ્રોનનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું છે.

રાજકોટ એરપોર્ટ પર નવા 2 એપ્રોનની સુવિધા ઉભી થશે

રૂપિયા 8.5 કરોડના ખર્ચે 176 મીટર લાંબો અને 100 મીટર પહોળો એપ્રોન આગામી એક વર્ષમાં તૈયાર થઈ જશે. જેથી હવે રાજકોટ એરપોર્ટ પર 2 એપ્રોનની સુવિધા ઉભી થશે. જેનાથી વધુ ફ્લાઈટ અને નવી એર લાઈન્સ કંપની પણ પોતાનું વિમાન રાજકોટ પર ઉતરાણ કરવવામાં ઉત્સાહ દાખવશે.

રાજકોટ એરપોર્ટ પર હવે એક સાથે 4 વિમાનનું પાર્કિગ શક્ય

આગામી સમયમાં રાજકોટ એરપોર્ટ પર હવે એક સાથે 4 વિમાનનું પાર્કિગ શક્ય બનશે. મહત્વનું છે કે એપ્રોનના નિર્માણની હાથ ધરાયેલી કામગીરી આગામી

એક વર્ષમાં પૂર્ણ થઈ જશે. ત્યારબાદ નવા એપ્રોનના લીધે એક સમયે વધુ ફ્લાઈટનું ઉતરણ શક્ય બનશે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી