Home » Maharashtra » Latest News » Mumbai » નીરવ મોદી અને લલિત મોદીના દસ્તાવેજો ખાક | Nirav Modi and Lalit Modis documents Burnts-Incident or the conspiracy

નીરવ મોદી અને લલિત મોદીના દસ્તાવેજો ખાક: દુર્ઘટના કે ષડ્યંત્ર ?

Divyabhaskar.com | Updated - Jun 02, 2018, 12:33 AM

મુંબઇ સિંધિયા હાઉસ ઇન્કમટેક્સ ઓફિસમાં આગ

 • નીરવ મોદી અને લલિત મોદીના દસ્તાવેજો ખાક | Nirav Modi and Lalit Modis documents Burnts-Incident or the conspiracy
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  મુંબઇ સિંધિયા હાઉસ ઇન્કમટેક્સ ઓફિસમાં આગ

  મુંબઇ: દક્ષિણ મુંબઇમાં સિંધિયા હાઉસ બિલ્ડિંગમાં શુક્રવારે સાંજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઇમારતમાં ઇન્કમટેક્સ વિભાગની ઓફિસ છે. આગ ત્રીજા માળે લાગી હતી અને આ જ ઓફિસમાં ભાગેડુ લલિત મોદી અને નીરવ મોદીની ફાઇલો રાખેલી હતી. એવું માનવામાં આવે છે કે તે દસ્તાવેજ પણ આગમાં ખાક થઇ ગયા છે. ત્યારે એ પ્રશ્ન સર્જાય છે કે શું ખરેખર આ એક દુર્ઘટના છે કે પછી કોઇ ષડ્યંત્ર છે?

  મુંબઇ સિંધિયા હાઉસ ઇન્કમટેક્સ ઓફિસમાં આગ


  ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું કે સાંજે 4.55 કલાકે અમને સિંધિયા હાઉસ બિલ્ડિંગમાં આગ લાગી હોવા અંગે કોલ આવ્યો હતો. તાત્કાલિક 5 ફાયરફાઇટર અને 4 વોટરટેન્કર ઘટના સ્થળે રવાના કરાયાં હતાં અને આગ બુઝાવવાનો પ્રયાસો કરાયો હતો. જોકે આ ઘટનામાં હજુ સુધી કોઇ જાનહાનિ કે કોઇને ઇજા પહોંચી નથી. હા અલબત્ત બીજા માળે એક વ્યકિત ફસાઇ હોવાની જાણ થઇ હતી તેને ફાયરફાઇટર જવાનોએ બચાવી લીધી છે.

  આગળ વાંચો: ઘણા ડિફોલ્ટરોની ફાઈલ અહીં હતી

 • નીરવ મોદી અને લલિત મોદીના દસ્તાવેજો ખાક | Nirav Modi and Lalit Modis documents Burnts-Incident or the conspiracy
  ઘણા ડિફોલ્ટરોની ફાઈલ અહીં હતી

  ઘણા ડિફોલ્ટરોની ફાઈલ અહીં હતી

   

  આ બિલ્ડિંગમાં ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ (ડીઆરટી)નું કાર્યાલય પણ છે,જેમાં ઘણા ડિફોલ્ટરોની ફાઇલો હોય છે. ઉપરાંત ઇન્કમટેક્સની ઇન્વેસ્ટિગેશન વિંગ પણ છે જેમાં લલિત મોદીથી લઈ નીરવ મોદી અને વડોદરાના સ્ટર્લિંગ ગ્રૂપ પર કરવામાં આવેલી કાર્યવાહીના દસ્તાવેજો પણ હતા. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Maharashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ