મુંબઈ / દુષ્કર્મનો ભોગ બનનાર મહિલાઓ પ્રત્યે અભિગમ બદલાય તે માટે નીકળેલી ગરિમા યાત્રા અમદાવાદ પહોંચી

mumbais gariama yatra reach at ahmedabad
X
mumbais gariama yatra reach at ahmedabad

  • અત્યાચાર સહન કરનારી મહિલાઓ પ્રત્યે સમાજનો અભિગમ બદલાય તે જરૂરી

Divyabhaskar.com

Feb 07, 2019, 10:35 AM IST
મુંબઈ: દુષ્કર્મનો ભોગ બનેલા લોકો પ્રત્યે સમાજનો દ્રષ્ટિકોણ બદલાય અને ઝડપી ન્યાય મળે એવા હેતુ સાથે મુંબઈથી નીકળેલી ગરિમા યાત્રા ગઈકાલે અમદાવાદ આવી પહોંચી હતી. આ યાત્રામાં જોડાયેલા લોકો અને ભોગ બનેલી મહિલાઓએ સમાજને અપીલ કરતાં કહ્યું હતું કે દુષ્કર્મનો ભોગ બનેલા લોકો પ્રત્યે સમાજ એની સોચ બદલે.

20 ડિસેમ્બરે આ યાત્રા મુંબઈથી નીકળી હતી

ગરિમા અભિયાનનાં કન્વીનર આસિફ શેખે વિગતો આપતાં કહ્યું કે 'દુષ્કર્મનો ભોગ બનનારાઓ માટે સમાજમાં અવેરનેસ ફેલાય એ માટે આ યાત્રા 20 ડિસેમ્બરે મુંબઈથી શરૂ કરી છે. અને બાવીસ ફેબ્રુઆરીએ દિલ્હીમાં પૂરી થશે. દિલ્હીમાં કેન્દ્રીય મહિલા બાળવિકાસ પ્રધાનને મળીને રજૂઆત કરીશું અને આ યાત્રાનો રિપોર્ટ આપીશું.'
2. દુષ્કર્મનો ભોગ બનેલી મહિલા-યુવતીઓ રેલીમાં જોડાઈ
મુંબઈ-મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, પોન્ડિચેરી, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, છતીસગઢ, ઓડિશા, ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાંથી પસાર થઈને ગરિમા યાત્રા ગુજરાત આવી પહોંચી છે. આ યાત્રામાં દુષ્કર્મનો ભોગ બનેલી મહિલા-યુવતીઓ અને તેમના પરિવારના લોકો સહિત અન્ય લોકો પણ આ રેલીમાં જોડાયા હતા. 
3. મુંબઈથી નીકળેલી રેલી દિલ્હી પૂર્ણ થશે
ભોગ બનેલી મહિલાઓ અને યુવતીઓ સામે સમાજ એની સોચ બદલે એ તેમની મુખ્ય માંગણી છે અને તેઓ દેશમાં ફરીને આ વાત લોકોને સમજાવી રહ્યાં છે. એ ખરેખર કમનસીબ વાત છે કે આ ગુનાઓનો ભોગ બનેલા લોકોને સમાજ દ્વારા લાંછનની દ્રષ્ટિએ જોવામાં આવે છે. જેને કારણે ભોગ બનનાર આવા ગુનાઓની નોંધ કરાવતાં પણ ગભરાય છે અને બહુ ઓછા કેસ નોંધાયા છે. આ યાત્રા ગુજરામાંથી રાજસ્થાન, હરિયાણા, પંજાબ, જમ્મુ, હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડ થઈને દિલ્હી પહોંચશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી