રાજકોટ / રાજકોટ/ 2 લાખની છેતરપીંડિ કરનાર મુંબઈની મહિલાની ધરપકડ

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

Divyabhaskar.com

Dec 21, 2018, 03:30 PM IST

રણજીતસિંહે મહિલા વિરૂદ્ધ છેતરપીંડિની ફરિયાદ નોંધાવી હતી

રાજકોટ: ઈકો કારની લોન લીધા બાદ બેન્કમાં હપ્તા ન ભરી છેતરપીંડિ કરનાર મુંબઈની મહિલાની પોલીસે ધરપકડ કરી છે. આ મહિલાને હપ્તા પેટે ભરવાના થતાં 2 લાખ 82 રૂપિયા ચાંઉ કરી ગઈ હતી. જે મામલે પોલીસે મહિલાની ધરપકડ કરી છે.

મહિલાએ હપ્તાના પૈસા અંગત કામમાં લઈ હપ્તા ન ભર્યા

શહેરના સામાકાંઠે ભગવતીપરાની રહેવાસી અને હાલ મુંબઈમાં રહેતી મંજુલાબેન ધંધુકિયાએ ફાઈનાન્સમાંથી ઈકો કાર ખરીદી મોવૈયાના રણજીતસિંહ રાઠોડને વેચી હતી. જે વખતે ઈકો કારના 10 હપ્તા ભરવાના બાકી હતા. જેથી આ મહિલાએ બાકીના હપ્તા પોતે ભરી દેશે તેવો વિશ્વાસ આપ્યો હતો. તેથી રણજીતસિંહ દર મહિને તેના ખાતામાં હપ્તાના પૈસા નાખતા હતા. પરંતુ આ મહિલાએ આ પૈસા પોતાના અંગત કામમાં લઈ લીધા હતા અને હપ્તાની રકમ ભરપાઈ કરી ન હતી. જેથી ફાઈનાન્સ કંપનીએ ઈકો ગાડી કબ્જે કરી લીધી હતી. જેથી રણજીતસિંહે આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે આરોપી મહિલા મંજુલાબેન જગજીવનભાઈ ધંધુકિયાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

X
ફાઈલ ફોટોફાઈલ ફોટો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી