દેખાવો / મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનાં પ્રોજેક્ટ સામે આગરી સેનાનો વિરોધ

Divyabhaskar.com | Updated - Feb 07, 2019, 09:49 AM
mumbai palghar farmers again bullet train project
X
mumbai palghar farmers again bullet train project

  • શુક્રવારે અમદાવાદ-મુંબઈ હાઈવે પર વિરોધ કરશે

મુંબઈ: બુલેટ ટ્રેનના પ્રોજેક્ટના વિરોધમાં શુક્રવારે મુંબઈ-અમદાવાદ હાઈવેના પાલઘર જિલ્લાની નજીકના સેક્શનને બ્લોક કરવાનું એલાન ગઈકાલે આગરી સેનાએ કર્યું હતું. મહારાષ્ટ્રનાં થાણે, રાયગડ અને પાલઘર જિલ્લાનાં કેટલાક હિસ્સામાં આગરી સેના ભારે વર્ચસ્વ ધરાવે છે. આ સમાજના સભ્યો મોટાભાગે માછીમારી અને ચોખાની ખેતી કરતાં હોય છે.

ખેડૂતોનો એક વર્ગ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યો છે

1.મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડરએ દેશની આર્થિક રાજધાની મુંબઈ અને ગુજરાતમાં અમદાવાદને જોડતી બાંધકામ હેઠળની હાઈ-સ્પીડ રેલલાઈન છે. સૂચિત પ્રોજેક્ટ માટે અધિકારીઓ દ્વારા તેમની જમીન હસ્તગત કરવામાં આવી હોવાથી થાણે અને પાલઘર જિલ્લાનાં ખેડૂતોનો એક ચોક્કસ વર્ગ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યો છે.
આ પ્રોજેક્ટ પડતો મુકાવો જોઈએ- રાજારામ
2.આગરી સેનાના પ્રમુખ રાજારામ સાળવીએ કહ્યું કે 'આદિવાસી પટ્ટાના જમીનવિહોણા અને પ્રોજેક્ટને અસર હેઠળના ખેડૂતોને માટે હાનિકારક હોવાથી આ પ્રોજેક્ટને પડતો મુકાવો જોઈએ. પાલઘર અને થાણે જિલ્લાના અનેક ખેડૂતો શુક્રવારે શિકસાડ નજીક થનારા રસ્તારોકો આંદોલનમાં ભાગ લેશે. આ ઉપરાંત બાઈક રેલી પણ યોજવામાં આવશે. જેમાં 10 હજાર લોકો ભાગ લેશે એવી ધારણા છે.'તળાવો પૂરીને એનું નિવાસી ઝોનમાં રૂપાંતર કરવાના મહારાષ્ટ્ર સરકારના પગલાનો પણ તેમણે વિરોધ કરતાં તેમણે રાજ્ય સરકાર સમગ્ર પાલઘર જિલ્લાને દુકાળગ્રસ્ત જાહેર કરે એવી પણ માંગણી કરી હતી. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App