Divya Bhaskar

Home » Maharashtra » Latest News » Mumbai » મુંબઈ: સંગઠિત ક્ષેત્રમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ રોજગાર નિર્માણ | Mumbai, Maharashtra generating the most employment in the organized sector

મુંબઈ: સંગઠિત ક્ષેત્રમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ રોજગાર નિર્માણ

Divyabhaskar.com | Updated - May 26, 2018, 04:17 AM

રોજગાર નિર્મિતી સંગઠિત ક્ષેત્રમાં થઈ હોઈ આ ક્ષેત્રમાં રોજગાર નિર્મિતીમાં મહારાષ્ટ્ર અવ્વલ સ્થાને

  • મુંબઈ: સંગઠિત ક્ષેત્રમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ રોજગાર નિર્માણ | Mumbai, Maharashtra generating the most employment in the organized sector

    પ્રતિકાત્મક તસવીર

    મુંબઈ: દેશમાં સપ્ટેમ્બર 2017થી માર્ચ 2018 સુધી 7 મહિનામાં કુલ 39.36 લાખ રોજગાર નિર્મિતી સંગઠિત ક્ષેત્રમાં થઈ હોઈ આ ક્ષેત્રમાં રોજગાર નિર્મિતીમાં મહારાષ્ટ્ર અવ્વલ સ્થાને છે, જ્યાં રોજગાર નિર્મિતી 8,17,302 ઉપર પહોંચી છે. કર્મચારી ભવિષ્ય નિર્વાહ નિધિ સંઘટન (ઈપીએફઓ) દ્વારા ઉક્ત સમયગાળા માટે આંકડાવારી 21 મે, 218ના રોજ જાહેર કરી તેમાં 6 મુખ્ય રાજ્યોમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે હોઈ બીજા અને ત્રીજા ક્રમે રહેલાં રાજ્યના મળીને સરવાળો થાય તેટલી રોજગાર નિર્મિતી એકલા મહારાષ્ટ્રમાં થઈ હોવાનું તારણ નીકળ્યું છે.

    7 મહિનામાં 8 લાખ લોકોને રોજગાર મળ્યો


    અર્થાત રોજગાર નિર્મિતીની આ આંકડાવારી ફક્ત સંગઠિત ક્ષેત્રમાંની હોઈ જે આસ્થાપનાઓએ ઈપીએફઓ પાસે ખાતું ખોલાવ્યું છે તે જ સંખ્યા આમાં સમાવિષ્ટ છે. ઉપરાંત અસંગઠિત અને અન્ય ક્ષેત્રોમાં પણ રોજગાર નિર્મિતી થતી હોય છે. તે સંખ્યા આનાથા વધુ છે. ફક્ત સાત મહિનામાં મહારાષ્ટ્રએ 8 લાખ ઉપર રોજગાર સંગઠિત ક્ષેત્રમાં નિર્માણ કર્યો છે. આનો અર્થ દરેક મહિના દીઠ એક લાખથી વધુ રોજગાર રાજ્યમાં નિર્માણ થઈ રહ્યા છે.

    કર્મચારી ભવિષ્ય નિર્વાહ નિધિ સંઘટનાએ જારી કરેલી આંકડાવારી અનુસાર એકલા મહારાષ્ટ્રમાં 8,17,302 રોજગાર નિર્માણ થયા હોઈ બીજા ક્રમે તામિલનાડુમાં 4,65,319 રોજગાર નિર્માણ થયા છે. ત્રીજા ક્રમે ગુજરાત છે, જ્યાં 3,92,943 રોજગાર નિર્માણ થયાં છે. હરિયાણામાં 3,25,379 રોજગાર નિર્માણ થયા હોઈ પાંચમા ક્રમે કર્ણાટકમાં 2,93,779 રોજગાર નિર્મિતી થઈ છે. દિલ્હી છઠ્ઠા ક્રમે હોઈ ત્યાં 2,76,877 રોજગાર નિર્માણ થયા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Maharashtra

Trending