• Home
  • Maharashtra
  • Latest News
  • Mumbai
  • સ્પોર્ટસ મેડિસીન માટે મુંબઈ હોટ ફેવરીટ બની રહ્યું છે | Mumbai Is Becoming A Hot Favorite For Sports Medicines

સ્પોર્ટસ મેડિસીન માટે મુંબઈ હોટ ફેવરીટ બની રહ્યું છે

સ્પોર્ટસ મેડિસીન માટે મુંબઈ હોટ ફેવરીટ બની રહ્યું છે | Mumbai Is Becoming A Hot Favorite For Sports Medicines
Bhaskar News

Bhaskar News

May 02, 2018, 12:17 AM IST

પ્રતિકાત્મક તસવીર

મુંબઈ: ભારતીય ખેલાડીઓમાં સ્પોર્ટસ મેડિસીન માટે મુંબઈ હોટ ફેવરીટ સ્થળ બની રહ્યું છે. કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ (કેડીએએચ)નું અત્યાધુનિક સેન્ટર ફોર સ્પોર્ટસ મેડિસીન તેનો જીવંત દાખલો છે, જેમાં તાજેતરમાં સંપન્ન થયેલા 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ચંદ્રકો મેળવનાર મેડલિસ્ટમાંથી 12ની સારવાર કરવામાં આવી છે. ભારતીયો રમતવીરોને રમતગમત સાથે સંબંધિત ઇજાઓની સારવાર કરવા માટે વિદેશ જવું પડતું હતું એ દિવસો હવે ભૂતકાળ બની ગયા છે.

રિયો ઓલિમ્પિક્સ પછી બેડમિન્ટનની પ્રસિદ્ધ ખેલાડી સાઇના નેહવાલ અને ફોગટ બહેનોમાં નાની રેસ્લર વિનેશ ફોગટે પણ આ હોસ્પિટલના સેન્ટર ફોર સ્પોર્ટસ મેડિસીનના હેડ ડૉ. દિનેશ પારડીવાલાની મુલાકાત લીધી હતી અને ની સર્જરી કરાવી હતી. અગાઉ ડૉ. પારડીવાલાએ રેસ્લર સાક્ષી મલિક અને ડિસ્ક થ્રોવર સીમા પુનિયાનું ઓપરેશન કર્યું હતું. ડૉ. પારડીવાલાએ કહ્યું હતું કે, “રેસ્લિંગ કે બોક્સિંગ જેવી એકબીજાનાં શરીરને સ્પર્શતી રમતોમાં ઇજા થવાનું જોખમ રહે છે, ખાસ કરીને ખભા કે ઘૂંટણમાં. અત્યારે ભારતીય રમતવીરો સ્થાનિક સારવાર લેવાનું પસંદ કરી રહ્યાં છે.

તેઓ સર્જરી કરાવે છે અને સાધારણ કામગીરી કરવાની 90 ટકા ક્ષમતા ફરી હાંસલ કરે છે. પણ અમે અમારાં દર્દીઓની સારવાર કરવાની સાથે તેમને રજા આપીએ ત્યારે તેઓ ફરી સારી રમત રમી શકે એવી સુનિશ્ચિતતા કરીએ છીએ.” હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. રામ નારાયણે કહ્યું હતું કે, “આપણા યુવાન રમતવીરોને તેમની અંદર રહેલી પ્રતિભાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતા જોઈને આનંદ થાય છે, કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં તેઓ હરિફોને પરાસ્ત કરવા ચોતરફ કૂદકાં મારે છે.

X
સ્પોર્ટસ મેડિસીન માટે મુંબઈ હોટ ફેવરીટ બની રહ્યું છે | Mumbai Is Becoming A Hot Favorite For Sports Medicines
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી