મુંબઈ / ડિફેન્સ માટેની કરોડોની દવાઓ ઓપન માર્કેટમાં વેચવાનું કૌભાંડ પકડાયું, ગુજરાતી વેપારી પર તવાઈ

દવાનો જથ્થો સીલ કરાયો
દવાનો જથ્થો સીલ કરાયો
X
દવાનો જથ્થો સીલ કરાયોદવાનો જથ્થો સીલ કરાયો

  • કેમિસ્ટ વેલ્ફેર એસો.એ CBI તપાસની માંગ કરી

Divyabhaskar.com

Feb 06, 2019, 10:16 AM IST
મુંબઈ: મુંબઈ, થાણે અને નવી મુંબઈના દવાના ડિસ્ટ્રિબ્યુટરોનાં ગોડાઉનો પર દરોડા પાડીને શુક્રવારથી FDAએ ડિફેન્સ માટેની દવાઓનો કરોડો રૂપિયાના જથ્થો જપ્ત કર્યો છે. આ દવાઓ માર્કેટમાં કેવી રીતે આવી અને એમાં કયાં મોટાં માથાં સંડોવાયેલાં છે. તેની CBI તપાસ કરવાની માંગણી અંધેરી કેમિસ્ટ વેલ્ફેર એસોસિએશન તરફથી કરવામાં આવી છે.

મુંબઈ અને નવી મુંબઈનાં અનેક વેપારીઓને ત્યાં દરોડા

ભારતીય સેનાને સપ્લાય થનારી દવાઓ મુંબઈ, થાણે અને નવી મુંબઈના દવાના વેપારીઓ ખુલ્લેઆમ વેચી રહ્યાં હોવાની FDAને જાણ થતાં શહેરના મોટા ડ્રિસ્ટ્રિબ્યુટરોનાં ગોડાઉનો પર દરોડા પાડીને બધો જ જથ્થો સીલ કરી દીધો હતો. જોકે FDAના અધિકારીઓએ કોઈ પણ વેપારી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી નથી. જેથી દવાબજારનાં વેપારીઓ અચરજ મુકાયા હતા. ગઈકાલ સુધી FDAના દરોડા ચાલુ જ હતા. હજી અનેક વેપારીઓને ત્યાંથી ભારતીય સેનાને સપ્લાય થતી ગેરકાયદે વેચાતી દવાનો જથ્થો પકડાશે એવી FDAને શંકા છે. 
2. બે મોટા ગુજરાતી ડિસ્ટ્રિબ્યુટર્સ પર તવાઈની શક્યતા
સમગ્ર ઘટના અંગે માહિતી આપતા કેમિસ્ટ વેલ્ફેર એસોસિએશનનાં અધ્યક્ષ હકીમ કપાસીએ જણાવ્યું હતું કે, FDAએ બે મોટા ગુજરાતી ડિસ્ટ્રિબ્યુટરોને ત્યાં દરોડા પાડીને તેમને ત્યાંથી મળેલા ડિફેન્સની દવાના સ્ટૉકને સીલ કરી દીધો હતો. પરંતુ આ વેપારીઓની દેશના મોટા રાજનેતાઓ સાથે સાઠગાંઠ હોવાથી FDAએ આજદિન સુધી આ વેપારીઓ પર કોઈ પણ પ્રકારની પોલીસ-ફરિયાદ નથી કરી. જેથી અમારા એસોસિએશન તરફથી આ બાબતની CBI તપાસ કરવામાં આવે એવી અમે CBIને પત્ર લખીને માંગણી કરી છે. સરકાર આ બાબતમાં નમતું જોખશે તો અમે દવાના વેપારીઓ મુદ્દે રોડ પર ઊતરતાં પણ અચકાશું નહીં.
 
3. કરોડોની દવાઓ ઓપન માર્કેટમાં વેચવાનું કૌભાંડ પકડાયું
FDAએ આ બે ગુજરાતી વેપારીઓ સિવાય પણ અનેક મોટા ડિસ્ટ્રિબ્યુટરોને ત્યાં પણ દરોડા પાડીને દવાનો જથ્થો સીલ કર્યો છે. આ જાણકારી આપતાં હકીમ કપાસીએ કહ્યું હતું કે આ બે ગુજરાતી ડિસ્ટ્રિબ્યુટરો સિવાય અમુક તો ઑનલાઇન દવાનો બિઝનેસ કરતી કંપનીઓ આ કૌભાંડમાં સંડોવાયેલી છે. સરકારે આવા દેશદ્રોહી વેપારીઓ સામે અને એની સાથે સંકળાયેલા ડિફેન્સના અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ.
4. ડિફેન્સની દવાઓનો જથ્થો FDAએ સીલ કર્યો
સમગ્ર મામલે FDAના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા ત્રણ દિવસમાં કરોડો રૂપિયાની ડિફેન્સની ડાયાબિટીઝ અને અન્ય દદોર્ની દવાઓનાં જથ્થાને મુંબઈ અને નવી મુંબઈમાં દરોડા પાડીને સીલ કર્યો છે. પરંતુ અમને આ પ્રકરણમાં હજી અનેક દવાનાં વેપારીઓ સંડોવાયા હોવાની શંકા હોવાથી હજી પોલીસ ફરિયાદ નથી કરી. આજે અમે અમારી કાર્યવાહી આગળ વધારીશું.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી