• Home
  • Maharashtra
  • Latest News
  • Mumbai
  • મુંબઈના ડબ્બાવાળા ટૂંક સમયમાં જ પાર્સલોની પણ ડિલિવરી કરશે | Mumbai Dabbawala Will Soon Deliver The Parcels

મુંબઈના ડબ્બાવાળા ટૂંક સમયમાં જ પાર્સલોની પણ ડિલિવરી કરશે

શહેરમાં પાર્સલોની ડિલિવરી કરવા માટે નવા પ્રોજેક્ટને આખરી ઓપ આપવાના અંતિમ તબક્કામાં અમે હાલમાં છીએ

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - May 17, 2018, 11:52 PM
મુંબઈના ડબ્બાવાળા ટૂંક સમયમાં જ પાર્સલોની પણ ડિલિવરી કરશે | Mumbai Dabbawala Will Soon Deliver The Parcels

મુંબઈ: વિખ્યાત ડબ્બાવાળા ટૂંક સમયમાં જ શહેરમાં ડબ્બા પહોંચાડવાના કામ ઉપરાંત હવે કુરિયર અને પાર્સલોની ડિલિવરી પણ કરતાં જોવા મળશે. હાલમાં 5000 ડબ્બાવાળા શહેરમાં બે લાખથી વધુ ટિફિન પહોંચાડે છે. મુંબઈ ડબ્બાવાળા એસોસિયેશનના પ્રવક્તા સુભાષ તળેકરે જણાવ્યું હતું કે શહેરમાં પાર્સલોની ડિલિવરી કરવા માટે નવા પ્રોજેક્ટને આખરી ઓપ આપવાના અંતિમ તબક્કામાં અમે હાલમાં છીએ.

આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ અમારા સભ્યોની આવક વધારવાનો છે. ફુરસદના સમયમાં તેઓ આ કામ અપનાવી શકે છે, કારણ કે આ વિસ્તારમાં સંકળાયેલી કંપનીઓ કરતાં અમે શક્ય સૌથી ઓછા સમયમાં ડિલિવરી કરી શકીએ છીએ, એમ તળેકરે જણાવ્યું હતું.સભ્યો સાથે અમુક નાના મુદ્દાઓ પર ચર્ચા કરવાની બાકી છે, જે સાથે 15 દિવસમાં આ સોદાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. અમારો મુખ્ય ધંધો ડબ્બા પહોંચાડવાનો હોવાથી ડબ્બા પહોંચાડવા પૂર્વે કે પછી અમારે પાર્સલો અને કુરિયર પહોંચાડવાની સેવાઓ આપવી જોઈએ તે અંગે વિચારવિમર્શ ચાલી રહ્યો છે.

પ્રોજેક્ટ માટે કંપની સાથે વાટાઘાટ ચાલી રહી છે.અમુક ભાગોમાં અમે પ્રાયોગિક ધોરણે તેનો અમલ કર્યો છે. અમારે અમારા સભ્યોને તાલીમ આપવી પડશે. પાર્સલોનું પગેરું રાખવા માટે મોબાઈલ એપ વિકસાવવામાં આવી રહ્યું છે. વધુ આવક ઊપજાવવા માટે અમુક ઈ-કોમર્સ કંપનીઓની પ્રોડક્ટોની ડિલિવરી પહોંચાડવા જોડાણ કર્યું છે અને બ્રાન્ડિંગ તથા જાહેરાત પ્રવૃત્તિઓ પણ હાથમાં લેવામાં આવી છે. ડબ્બાવાળા મુખ્યત્વે ડબ્બાઓની ડિલિવરી મુખ્યત્વે ઓફિસોમાં કરવા માટે ઉપનગરીય ટ્રેન અને સાઈકલનો ઉપયોગ કરે છે.

મુંબઈમાં ઉદ્યોગનું સંગઠન સીઆઈઆઈ દ્વારા આયોજિત સેવાઓ પરના વૈશ્વિક પ્રદર્શનમાં સત્રમાં તેમણે જણાવ્યું હતું કે બ્રિટિશ શાહી પરિવારના પ્રિન્સ હેરી અને હોલીવૂડની અભિનેત્રી મેઘન માર્કલનાં લગ્નની ઉજવણી અમે વિશેષ રીતે કરવાનું આયોજન કર્યું છે. અમે લંડનમાં ભેટ મોકલીશું. બે વર્ષ પૂર્વે પ્રિન્સ ઓફ વેલ્લ (પ્રિન્સ ચાર્લ્સ) મુંબઈ આવ્યા ત્યારે તેમને અમે મળ્યા હતા.

X
મુંબઈના ડબ્બાવાળા ટૂંક સમયમાં જ પાર્સલોની પણ ડિલિવરી કરશે | Mumbai Dabbawala Will Soon Deliver The Parcels
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App