Divya Bhaskar

Home » Maharashtra » Latest News » Mumbai » ચૂંટણી પહેલાં ધારાવીના પુનર્વિકાસનું રણશિંગું ફૂંકાશે | MUMBAI: Before the election, the Dharavi redevelopment will blow the trumpet

મુંબઈ: ચૂંટણી પહેલાં ધારાવીના પુનર્વિકાસનું રણશિંગું ફૂંકાશે

Divyabhaskar.com | Updated - May 22, 2018, 03:56 AM

મુંબઈમાં ઝૂપડપટ્ટી પુનર્વિકાસમાં અગ્રણી ડેવલપરે આ સદર્ભે પ્રેઝન્ટેશન પણ કર્યું હતું

  • ચૂંટણી પહેલાં ધારાવીના પુનર્વિકાસનું રણશિંગું ફૂંકાશે | MUMBAI: Before the election, the Dharavi redevelopment will blow the trumpet

    મુંબઈ: એશિયાની સૌથી મોટી ધારાવી ઝૂપડપટ્ટીના પુનર્વિકાસ માટે વૈશ્વિક સ્તરે ટેંડર મગાવવાનો પ્રયત્ન બે વખત નિષ્ફળ ગયા પછી હવે રાજ્ય સરકારે ચૂંટણી પહેલાં કોઈ પણ પરિસ્થિતિમાં આ પ્રકલ્પનું રણશિંગુ ફૂંકવાનું નક્કી કર્યું છે. એ દિશામાં જોરદાર હિલચાલ શરૂ થઈ હોઈ વિશેષ કંપની (સ્પેશિયલ પર્પઝ વેહિકલ)ની સ્થાપના કરવામાં આવશે. રાજ્ય સરકાર અને વિવિધ ડેવલપર કંપનીઓ સહિયારા પ્રયાસથી આ પ્રકલ્પ શરૂ કરવાનો પ્રયત્ન કરશે.600 એકર પર પથરાયેલી ધારાવીના 12થી 13 ટુકડા કરીને એ પુનર્વિકાસ માટે આપવાનો પ્રયત્ન પણ નિષ્ફળ ગયા પછી હવે ધારાવીનો ફરીથી એક જ વિભાગ કરીને એ ડેવલપ કરવાનો પ્રયત્ન છે.

    મુંબઈમાં ઝૂપડપટ્ટી પુનર્વિકાસમાં અગ્રણી ડેવલપરે આ સદર્ભે પ્રેઝન્ટેશન પણ કર્યું હતું

    મુંબઈમાં ઝૂપડપટ્ટી પુનર્વિકાસમાં અગ્રણી ડેવલપરે આ સદર્ભે પ્રેઝન્ટેશન પણ કર્યું હતું. એ પછી જ વિશેષ કંપની સ્થાપવાની પ્રક્રિયા ઝડપી બની હતી. આ કંપની દ્વારા ડેવલપર મારફત વધુ કેટલીક ડેવલપર કંપનીઓને સહભાગી કરીને આ પ્રકલ્પ ઠેકાણે પાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સત્તા પર અાવતા જ ધારાવી અને બીડીડી ચાલના પુનર્વિકાસને પ્રાધાન્ય આપ્યું હતું. એમાંથી બીડીડી ચાલનો પુનર્વિકાસ પાટા પર ચઢ્યો છે. પણ ધારાવી પ્રકલ્પને ગતિ મળી નહોતી. વૈશ્વિક સ્તરે ટેંડર કાઢવા છતાં એ પ્રયત્ન નિષ્ફળ ગયો હતો. ધારાવીનો પુનર્વિકાસ કરવા માટે આગળ આવેલા મોટા ડેવલપરે ધારાવીનો કોઈ પણ ભાગ તોડી પાડવાની જરૂર ન હોવાનો મત વ્યક્ત કર્યો છે.

    હજુ પ્રોજેક્ટ મુદ્દે ચર્ચા ચાલુ છે

    ધારાવીનો પુનર્વિકાસ શરૂઆતમાં 5 વિભાગમાં કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેમાં ડેવલપરે હાથ પાછા ખેંચતાં સરકારે 13 વિભાગ પાડ્યા હતા. લગભગ 8થી 12 હેકટરના વિભાગ કરીને પુનર્વિકાસ પ્રક્રિયા નવેસરથી અમલમાં મૂકવાનું નક્કી કરાયું હતું. વિશેષ કંપની અને સરકાર-ખાનગી ડેવલપરના સહભાગ વગેરે પર ફક્ત ચર્ચા થઈ છે. અંતિમ નિર્ણય થયો નથી. - એસ.આર. શ્રીનિવાસ, ધારાવી પ્રોજેક્ટ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Maharashtra

Trending