• Home
  • Maharashtra
  • Latest News
  • Mumbai
  • બીડની હોસ્પિ.માં મત્સ્યપરી જેવા બાળકનો જન્મ થયો! | Mumbai: A fishery child was born in Beed's hospital!

મુંબઈ: બીડની હોસ્પિ.માં મત્સ્યપરી જેવા બાળકનો જન્મ થયો!

બીડની હોસ્પિ.માં મત્સ્યપરી જેવા બાળકનો જન્મ થયો! | Mumbai: A fishery child was born in Beed's hospital!
Bhaskar News

Bhaskar News

May 22, 2018, 03:50 AM IST

મુંબઈ: બીડની અંબાજોગાઈ મેડિકલ કોલેજના પ્રસૂતિ વિભાગમાં મત્સ્યપરીના રૂપમાં બાળકનો જન્મ થયો હતો, પરંતુ જન્મના 15 મિનિટમાં જ તેનું મૃત્યુ થયું. સોમવારે સવારે 9 વાગ્યે આ બાળકનો જન્મ થયો ત્યારે તેને એક જ પગ અને લિંગ વિના જન્મ થયો હતો. તબીબી પરિભાષામાં તેને સિરેનોમેલિયા કહેવાય છે. સિરેનોમેલિયાને મર્મેઈડ સિંડ્રોમ (મત્સ્યપરી) કહેવાય છે. આવો કેસ એક લાખ બાળકમાં એક જોવા મળે છે, એમ ડોક્ટરોનું કહેવું છે.


પટ્ટીવડગાવ ખાતે એક મહિનાને રવિવારે સાંજે પ્રસૂતિ માટે દાખલ કરવામાં આવી હતી. સોમવારે સવારે 8 વાગ્યે તેની પ્રસૂતિની વેદના ઊપડી હતી. પ્રસૂતિ વિભાગ પ્રમુખ ડો. સંજય બનસોડેના માર્ગદર્શન હેઠળ ડો. વર્ષા વરપે, ડો. પ્રિયંકા ખરાણે, ડો. કલ્યાણી મુળે, ડો. પૂનમ દેસાઈ, ડો. સપના ચિંચોલેએ આ પ્રસૂતિ પાર પાડી હતી.બાળક બહાર આવતું હતું ત્યારે જ એક ગજબની ઘટનાના સાક્ષીદાર બનવાના છીએ એવો અંદાજ ડોક્ટરોને અગાઉથી હતો. બે પગ જોડેલો એક જ પગ અને લિંગ વિનાના આ બાળકનો જન્મ નોર્મલ ડિલિવરી થકી થયો, પરંતુ જન્મ થતાં જ તબિયત ચિંતાજનક હતી.બાળકને જન્મ આપનારી મહિલા શેરડી તોડવાનું કામ કરે છે. ગર્ભધારણા પછી તેણે કોઈ ઔષધોપચાર લીધો નહોતો. ઉપરાંત નવ મહિનામાં એકેય વાર તપાસ કરાવી નહોતી.

X
બીડની હોસ્પિ.માં મત્સ્યપરી જેવા બાળકનો જન્મ થયો! | Mumbai: A fishery child was born in Beed's hospital!
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી