Home » Maharashtra » Latest News » Mumbai » 8 વર્ષનો પથારીવશ બાળક મુંબઈમાં ચાલતો થયો | Mumbai- 8-year-old baby boy walks in Mumbai

મુંબઈ: 8 વર્ષનો પથારીવશ બાળક મુંબઈમાં ચાલતો થયો

Divyabhaskar.com | Updated - May 28, 2018, 11:57 PM

મણકામાં ઈજાગ્રસ્ત જયપુરનો રોહિત ગેહલોત ખાટલાવશ રહ્યા બાદ સ્ટેમ સેલ થેરપીથી સાજો થયો

  • 8 વર્ષનો પથારીવશ બાળક મુંબઈમાં ચાલતો થયો | Mumbai- 8-year-old baby boy walks in Mumbai

    મુંબઈ: જયપુરના આઠ વર્ષના ખાટલાવશ બાળક માટે બધી આશાઓ ખતમ થઈ ગઈ હતી ત્યારે મુંબઈની હોસ્પિટમાં સેલ આધારિત થેરપીથી તેનો ઉપચાર કરાતાં તે ફરીથી ચાલતો થયો છે. મુંબઈમાં અદિગોસ સ્ટેમ સેલ્સના રિજનરેટિવ મેડિસીન રિસર્ચર ડો. પ્રદીપ મહાજને 8 વર્ષના રોહિત ગેહલોતને ફરી ચાલતો કર્યો છે.જયપુરમાં રોહિત તેના પરિવાર સાથે મે 2015માં લગ્નમાં જતો હતો ત્યારે કારના અકસ્માત નડ્યો હતો. તેમાં તેના મોટા ભાઈ સહિત ત્રણનાં મોત થયાં હતાં, જ્યારે રોહિત, તેની માતા અને પિતા ઊગરી ગયાં હતાં.

    રોહિત ગેહલોત ખાટલાવશ રહ્યા બાદ સ્ટેમ સેલ થેરપીથી સાજો થયો


    જોકે રોહિતને મણકામાં ઈજા હોવાથી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. દોઢ મહિના સુધી મૂળભૂત ઉપચાર પછી પણ તે સાજો થઈ શક્યો નહોતો. ડોક્ટરોએ પણ તેને ભવિષ્યમાં બેસી, ઊભો રહી કે ચાલી નહીં શકશે એમ કહીને છોડી દીધી હતી. વળી, તેના નિતંબ અને પગ પણ ચાલતા નહોતા. ઉપરાંત ઝાડા- પેશાબ પર નિયંત્રણ નહોતું. ડિસ્ચાર્જ પછી ઘરમાં 3 વર્ષ સુધી રોહિત ખાટલાવશ થયો હતો.એક દિવસ પરિવારે સેલ આધારિત થેરપી વિશે સાંભળ્યું અને તેઓ ડો. મહાજન પાસે આવ્યો.

    માતાની પ્રતિક્રિયા...

    ડોક્ટરે ન્યુરોરિહેબિલિટેશન સાથે સેલ આધારિત થેરપીનાં 3 સત્રો કરવાનું સૂચન કર્યું હતું, જેમાં તેના મણકાની ધમનીઓ અને સ્નાયુઓની હાનિનો ઉપચાર કરાયો હતો.તેની માતા પૂજા કહે છે, મારો મોટો દીકરો અકસ્માતમાં મૃત્યુ પામ્યો અને નાનો દીકરો અપંગ થઈ જતાં અમારા માથે પહાડ તટી પડ્યો હતો. જોકે હવે ઉપચાર પછી મારો દીકરો ટેકો લઈને બેસી, ઊભો રહી અને ચાલી શકે છે. હવે હું તેને સ્કૂલમાં પાછો મોકલી શકીશ. તે ટૂંક સમયમાં ટેકો વિના ચાલતો થશે એવી આશા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Maharashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ