મુંબઈ: 10 દિવસમાં 30 ઈંચ વરસાદ, આજની 11 અને કાલની 2 ટ્રેન રદ

રેલવે ટ્રેક પર બોટ- નાલાસોપારા સ્ટેશને ફસાયેલી વડોદરા એક્સપ્રેસ ટ્રેનમાંથી 400 મુસાફરોને બચાવાયા

DivyaBhaskar.com | Updated - Jul 11, 2018, 08:16 AM
મુંબઈમાં સાર્વત્રિક ભારે વરસાદથી જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ
મુંબઈમાં સાર્વત્રિક ભારે વરસાદથી જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ

મુંબઈ- સુરત: મુંબઈમાં પડી રહેલા ભારે વરસાદને પગલે આજે પણ પશ્ચિમ રેલવે દ્વારા 11 ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે આવતીકાલની પણ 2 ટ્રેન રદ કરાઇ હતી અને પરમ દિવસની એક ટ્રેન રદ કરી દેવાઈ છે. મંગળવારની કુલ 26 ટ્રેન રદ કરાઇ હતી. જેને પગલે સુરત અને ઉધના સ્ટેશન મુસાફરો અટવાયા હતા.

વિરાર,નાલાસોપારા નજીક પાણી ભરાતા ટ્રેન વ્યવહાર ખોરવાયો

પશ્ચિમ રેલવેની અપ અને ડાઉનલાઈન પર વિરાર અને નાલાસોપારા નજીક પાણી ભરાતા ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. 21 ટ્રેનને શોર્ટ ટર્મિનેટ કરાઇ હતી જ્યારે 17 ટ્રેનોને અન્ય રૂટ પર ડાઇવર્ટ કરી હતી અને 2 ટ્રેનોને રી શિડ્યુઅલ કરી હતી. પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાતા સુરત અને ઉધના રેલવે સ્ટેશનો પર પણ મુસાફરો અટવાયા હતા. ઉપરાંત સુરત અને ઉધના સ્ટેશનથી 757 મુસાફરોએ 3.90 લાખની ટિકિટ કેન્સલ કરાવી હતી. જેને પગલે રેલવે તંત્ર દ્વારા રિફંડ કાઉન્ટર શરુ કરાયું છે. સુરતમાં ફસાયેલા મુસાફરોને મુંબઈ પહોંચાડવા એસટી વિભાગે સ્પેશિયલ બસોની વ્યવસ્થા કરી હતી. તો સચિન રેલવે સ્ટેશન પર ટ્રેનમાં મુસાફરો માટે પાણી-નાસ્તા વિતરણ કરાયું હતું.

આગળની સ્લાઈડ્સમાં વાંચો: મુંબઈના મુસાફરોને એસટીએ સ્પેશિયલ બસોમાં રવાના કર્યા

અનેક સ્થળો પાણીમાં ગરકાવ
અનેક સ્થળો પાણીમાં ગરકાવ

મુંબઈના મુસાફરોને એસટીએ સ્પેશિયલ બસોમાં રવાના કર્યા

મુંબઈમાં ભારે વરસાદને પગલે ટ્રેન વ્યવહાર ઠપ્પ થઇ જતા અપ લાઈનની કેટલીક ટ્રેનોને સુરતમાં જ ટૂંકાવી દેવાઈ હતી.મુંબઈના હજારો મુસાફરો સુરતમાં અટવાય પડતા સુરતના એસટી વિભાગે મુંબઈના મુસાફરો માટે બસની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આગળની સ્લાઈડ્સમાં વાંચો:સચિન-નવસારીમાં મુસાફરો માટે નાસ્તાની વ્યવસ્થા કરાઈ

મુંબઈમાં છેલ્લા 10 દિવસથી સતત ચાલી રહેલા ભારે વરસાદના કારણે શહેરમાં ઠેરઠેર પાણી ભરાયા છે
મુંબઈમાં છેલ્લા 10 દિવસથી સતત ચાલી રહેલા ભારે વરસાદના કારણે શહેરમાં ઠેરઠેર પાણી ભરાયા છે

સચિન-નવસારીમાં મુસાફરો માટે નાસ્તાની વ્યવસ્થા કરાઈ
શોર્ટ ટર્મિનેટ થયેલી 25 ટ્રેનોના મુસાફરો અટવાઇ પડ્યા હતા. સચિન અને નવસારી સ્ટેશને થોભેલી ટ્રેનોના મુસાફરોને બિસ્કિટ, શાક-પુરીનું વિતરણ કરાયું હતું.

આગળની સ્લાઈડ્સમાં વાંચો: મુંબઈમાં 10 દિવસમાં 30 ઇંચ વરસાદ

ભારે વરસાદના કારણે જનજીવન ઠપ્પ થઈ ગયું છે
ભારે વરસાદના કારણે જનજીવન ઠપ્પ થઈ ગયું છે

મુંબઈમાં 10 દિવસમાં 30 ઇંચ વરસાદ

મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં સતત ચોથા દિવસે પણ ભારે વરસાદ થયો હતો. ગુજરાતમાં પણ મંગળવાર સવારથી વરસાદ પડવાનો શરૂ થયો છે. સોરઠમાં મોડી સાંજે સૂત્રપાડા, જૂનાગઢ, ગીર તથા ઉત્તર ગુજરાતના મોડાસા, અરવલ્લીમાં વરસાદ પડ્યો હતો. સૂત્રપાડામાં 9, કોડીનારમાં 8 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો તો ધનસુરા, ઉમરગામ, મોડાસામાં પણ 3 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. અમરેલીના ખાંભામાં 3 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જાફરાબાદમાં 3 ઇંચ વરસાદ આવતાં ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. 

આગળની સ્લાઈડ્સમાં વાંચો: 26 સહિત 42 ટ્રેન રદ કરાઇ

સુરત-ઉધના સ્ટેશન પર હજારો મુસાફરો અટવાયા
સુરત-ઉધના સ્ટેશન પર હજારો મુસાફરો અટવાયા

26 સહિત અન્ય 42 ટ્રેન રદ કરાઇ

- મુંબઈમાં અનેક સ્થળે પાણી ભરાતા બસ, ટ્રેન અને વિમાની સેવા ખોરવાઈ ગઈ હતી.

- વિરારથી બોરીવલ્લી, વસઈથી વિરાર વચ્ચે લોકલ ટ્રેન બંધ રહી હતી. લાંબા  અંતરની અનેક ટ્રેન રદ કરાઈ હતી.

- થાણે અને પાલઘર જાણે ટાપુમાં ફેરવાઈ ગયા હતા.

- ટ્રેક પર પાણી ભરાવાના કારણે વડોદરા એક્સપ્રેસ વિરાર-નાલાસોપારા વચ્ચે ફસાઈ જતા એનડીઆરએફની ટીમે મુસાફરોને બહાર કાઢ્યા હતા.

- અત્યાર સુધીમાં મુંબઈમાં 21 દિવસમાં સિઝનનો 60% અને 10 દિવસમાં 30 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. 

- નાલાસોપારા, વસઈ, વિરાર વગેરેમાં 3 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા શોર્ટસર્કિટ ન થાય તે માટે વીજપુરવઠો સાવચેતીના પગલા રૂપે બંધ કરી દેવાયો હતો.

- થાણે-ભીવંડી બાયપાસ પર સાકેત બ્રિજમાં તિરાડ પડતાં ટ્રાફિક ધીમો થઈ ગયો હતો. પૂણે જતી અનેક ટ્રેન પણ રદ કરાઈ હતી.

આગળ વાંચો:  ક્યાં કેટલો વરસાદ

મુંબઈના મુસાફરોને એસટીએ સ્પેશિયલ બસોમાં રવાના કર્યા
મુંબઈના મુસાફરોને એસટીએ સ્પેશિયલ બસોમાં રવાના કર્યા

ક્યાં કેટલો વરસાદ

સૂત્રપાડા- 9 ઈંચ
કોડીનાર- 8ઈંચ
ખાંભા- 5 ઈંચ
મોડાસા- 3 ઈંચ
જાફરાબાદ- 3 ઈંચ
ઉમરગામ- 3 ઈંચ
ગીર- 2 ઈંચ
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો: રેલવે ટ્રેક પર બોટ
રેલવે ટ્રેક પર બોટ
રેલવે ટ્રેક પર બોટ
રેલવે ટ્રેક પર બોટ
વસઈ તાલુકામાં આભ ફાટ્યું હતું. વસઈમાં ઠેરઠેર પાણી ભરાઈ જતાં અનેક ઠેકાણે લોકો ફસાયા હતા. આ દરમિયાન વડોદરા એક્સપ્રેસ ટ્રેન વિરાર અને નાલાસોપારા સ્ટેશન વચ્ચે ટ્રેક પર પાણી હોવાથી ફસાઈ ગઈ હતી. પરિણામે એનડીઆરએફની ટીમને બોલાવાઈ હતી. તેમની સાથે આરપીએફના જવાનોએ મળીને ટ્રેનના 400 જેટલા મુસાફરોને સુરક્ષાપૂર્વક બહાર કાઢી બોટ મારફતે અન્યત્ર મોકલી આપ્યા હતા. પરિણામે રેલવે ટ્રેક પર ટ્રેનના બદલે બોટ ફરતી જોવા મળી હતી. વસઈના જ અન્ય વિસ્તારમાં જ 300થી વધુ લોકો ફસાઈ ગયા હતા. સુરક્ષિત સ્થળે લઈ જવાનો પ્રયત્ન કરાયો પણ તેમને ત્યાંથી ખસવાનો ઇનકાર કર્યો હતો.  જ્યાં ખાવા-પીવાની વસ્તુ પહોંચાડાઈ હતી.
Mumbai-30 Inch Rain In 10 Days, Todays 11 Train Canceled

X
મુંબઈમાં સાર્વત્રિક ભારે વરસાદથી જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાઈમુંબઈમાં સાર્વત્રિક ભારે વરસાદથી જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ
અનેક સ્થળો પાણીમાં ગરકાવઅનેક સ્થળો પાણીમાં ગરકાવ
મુંબઈમાં છેલ્લા 10 દિવસથી સતત ચાલી રહેલા ભારે વરસાદના કારણે શહેરમાં ઠેરઠેર પાણી ભરાયા છેમુંબઈમાં છેલ્લા 10 દિવસથી સતત ચાલી રહેલા ભારે વરસાદના કારણે શહેરમાં ઠેરઠેર પાણી ભરાયા છે
ભારે વરસાદના કારણે જનજીવન ઠપ્પ થઈ ગયું છેભારે વરસાદના કારણે જનજીવન ઠપ્પ થઈ ગયું છે
સુરત-ઉધના સ્ટેશન પર હજારો મુસાફરો અટવાયાસુરત-ઉધના સ્ટેશન પર હજારો મુસાફરો અટવાયા
મુંબઈના મુસાફરોને એસટીએ સ્પેશિયલ બસોમાં રવાના કર્યામુંબઈના મુસાફરોને એસટીએ સ્પેશિયલ બસોમાં રવાના કર્યા
રેલવે ટ્રેક પર બોટરેલવે ટ્રેક પર બોટ
Mumbai-30 Inch Rain In 10 Days, Todays 11 Train Canceled
Mumbai-30 Inch Rain In 10 Days, Todays 11 Train Canceled
Mumbai-30 Inch Rain In 10 Days, Todays 11 Train Canceled
Mumbai-30 Inch Rain In 10 Days, Todays 11 Train Canceled
Mumbai-30 Inch Rain In 10 Days, Todays 11 Train Canceled
Mumbai-30 Inch Rain In 10 Days, Todays 11 Train Canceled
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App