• Home
  • Maharashtra
  • Latest News
  • Mumbai
  • નહેરુની ટીકા કરનારા મોદી એમના જ માર્ગે ચાલે છે : ઉદ્ધવ | Modi who criticized Nehru runs on his own path: Uddhav

નહેરુની ટીકા કરનારા મોદી એમના જ માર્ગે ચાલે છે : ઉદ્ધવ

દેશના વડાપ્રધાન કામ વગરના છે અને ખૂબ ફાજલ સમય હોવાથી તેઓ સહેજ ચીનના પ્રવાસે જઈ આવ્યા

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - May 01, 2018, 02:55 AM
નહેરુની ટીકા કરનારા મોદી એમના જ માર્ગે ચાલે છે : ઉદ્ધવ | Modi who criticized Nehru runs on his own path: Uddhav

મુંબઈ: પંડિત નહેરુએ ચીન સાથે મૈત્રી કરી એ ભારે પડી હતી. નહેરુની ટીકા કરવાની એક પણ તક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છોડી નથી. હવે નહેરના જ પંચશીલ માર્ગે મોદી ચીનની સમસ્યા ઉકેલવા માગે છે એમ જણાવતા નહેરુએ પંચશીલની શરૂઆત કરી હતી. મોદીએ પંચસૂત્રને ટેકો આપ્યો પણ વિચાર નહેરુનો છે. યુદ્ધ નહીં તો બુદ્ધ જ જોઈએ એ નહેરુને જેમ મોદીને પણ પસંદ પડ્યું છે એમ દેખાય છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું આ બાબતે શું જણાવવું છે? એવો ટોણો શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપને માર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના બે દિવસના પ્રવાસે ગયા હતા. આ પ્રવાસ નિમિત્તે ઉદ્ધવ ઠાકરેએ સામનાના અગ્રલેખ થકી મોદીની ટીકા કરી હતી.

સામનાના અગ્રલેખ થકી મોદીની ટીકા કરી

મોદીને ચીનની સરહદ પર શાંતી જોઈએ છે. આગામી વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી છે. કમસે કમ ચૂંટણીના સમયે ચીનની કટકટ ન જોઈએ. એક વખત ચૂંટણી થઈ જવા દો પછી શું તે જોશું એવી ભૂમિકા મોદીની દેખાય છે એવી ટીકા ઉદ્ધવે કરી હતી. મોદી ચીન અને અન્ય દેશોની મુસાફરી કરીને ભારતના પ્રવાસે પાછા ફર્યા છે. મોદીના ચીનના પ્રવાસથી શું મળ્યું એની ચર્ચા હવે ચાલુ છે. વિદેશ મંત્રાલયનું જણાવવું છે કે કોઈ ખાસ એજન્ડા વિનાનો એટલે કે કામ વગરનો ચીનનો પ્રવાસ હતો. એટલે કે દેશના વડાપ્રધાન કામ વગરના છે અને ખૂબ ફાજલ સમય હોવાથી તેઓ સહેજ ચીનના પ્રવાસે જઈ આવ્યા એવો ટોણો ઉદ્ધવે માર્યો હતો.

X
નહેરુની ટીકા કરનારા મોદી એમના જ માર્ગે ચાલે છે : ઉદ્ધવ | Modi who criticized Nehru runs on his own path: Uddhav
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App