કર્ણાટકની ચૂંટણી પર સટ્ટા બજાર ગરમ: BJP સૌથી મોટો પક્ષ તરીકે

બીજા ક્રમે કોંગ્રેસ આવશે, જ્યારે ત્રીજા ક્રમે રહીને જેડીએસ કિંગમેકરની ભૂમિકા અપનાવશે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - May 10, 2018, 03:16 AM
market betting on Karnataka elections- BJP as the biggest party

પ્રતિકાત્મક તસવીર

મુંબઈ: કર્ણાટક વિધાનસભાની ચૂંટણી 12 મેએ યોજાવાની છે ત્યારે સત્તા કોણ હાંસલ કરશે તે બાબતે ભારે ઉત્સુકતા છે. વિવિધ સર્વેક્ષણોની આંકડાવારી પણ અલગ અલગ અંદાજ આપી રહી છે ત્યારે સટોડિયાઓએ ભાજપ સૌથી મોટો પક્ષ તરીકે ઊભરી આવશે પરંતુ બહુમતી કોઈને નહીં મળશે એવો અંદાજ વ્યક્ત કર્યો છે.બીજા ક્રમે કોંગ્રેસ આવશે, જ્યારે ત્રીજા ક્રમે રહીને જેડીએસ કિંગમેકરની ભૂમિકા અપનાવશે, એવું સટોડિયાઓનું માનવું છે. કોઈ પણ પક્ષ પોતાની હિંમત પર સરકાર નહીં બનાવી શકશે. કુલ 224 બેઠકની વિધાનસભામાં બહુમતી માટે 113 બેઠકો જરૂરી છે. આમાં ભાજપને 92-94, કોંગ્રેસને 89-91, જ્યારે જેડીએસને 32-34 બેઠકો મળશે.

કોના ભાવ કેટલા છે


ભાજપના 100 બેઠક જીતવા પર રૂ. 2.50નો ભાવ ખૂલ્યો છે. એટલે કે, 100 બેઠક માટે રૂ. 1 લગાવે અને ભાજપ તેટલી બેઠક જીતે તો રૂ. 2.50 મળશે. મિશન 113 પાર પાડવાનો ભાવ રૂ. 5.20 છે. કોંગ્રેસનો 100 બેઠક માટે રૂ. 3.4 ભાવ ખૂલ્યો છે, બહુમતીનો ભાવ રૂ. 6.1 છે. ભાજપના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર બી એસ યેડીયુરપ્પાની શિકારીપુરાની બેઠકની જીતનો ભાવ 50 પૈસા છે, કુમારસ્વામીના રામનગરની જીતનો ભાવ રૂ. 1 છે. 12 મેના મતદાન છે, જ્યારે 15 મેએ પરિણામ જાહેર થશે. કોંગ્રેસ સામે સત્તા જાળવી રાખવા અને ભાજપ માટે સત્તા ખેંચી લાવવાનો પડકાર છે.

X
market betting on Karnataka elections- BJP as the biggest party
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App