મરાઠા ભડક્યા, આજે મુબઈ બંધ: 8 જિલ્લામાં શાળા-કોલેજ અને ઈન્ટરનેટ બંધ, 1 કોન્સ્ટેબલનું મોત, 9 પોલીસ કર્મી ઘાયલ

ઔરંગાબાદમાં શિવસેનાના સાંસદના વાહન પર પથ્થરમારો અને આગચંપી, નોકરી-શિક્ષણમાં 16% અનામતની માંગ, વધુ 1નો આપઘાતનો પ્રયાસ

DivyaBhaskar.com | Updated - Jul 25, 2018, 06:52 AM
Maratha Kranti Morcha workers continue their protest

ઔરંગાબાદ - મુંબઈ: મરાઠા અનામતની માગ અંગે ઔરંગાબાદમાં સોમવારે 27 વર્ષીય કાકાસાહેબ શિંંદેએ નદીમાં કૂદીને કરેલી આત્મહત્યા બાદ મંગળવારે મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં હિંસક દેખાવો થયા. મરાઠા ક્રાંતિ મોરચાના મહારાષ્ટ્ર બંધને રાજ્યમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો. મોરચાએ માગના સમર્થનમાં સરકારને બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. મુંબઈ, નવી મુંબઈ, સતારા, પૂણે, રાયગઢ, થાણે અને પાલઘરમાં બુધવારે બંધની જાહેરાત કરાઈ છે.

ઔરંગાબાદમાં પથ્થરમારા દરમિયાન એક કોન્સ્ટેબલનું મૃત્યુ થયું છે જ્યારે અન્ય નવ પોલીસ કર્મીને ઇજા થઈ છે. દરમિયાનમાં વધુ એક યુવાન 31 વર્ષીય જગન્નાથ સોનવણેએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને બચાવી લેવાયો હતો અને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. દેખાવકારોએ પરભણી, અહમદનગરમાં સરકારી વાહનોમાં તોડફોડ અને આગચંપી કરી. ઔરંગાબાદમાં હિંસા બાદ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ.


મરાઠાવાડાના 8 જિલ્લામાં સાવચેતીરૂપે મોટા ભાગની ખાનગી સ્કૂલ-કોલેજો બંધ જોવા મળ્યા છે. પિંપરી ચિંચવાડમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના કાર્યક્રમમાં દેખાવો કરી રહેલા 20 લોકોની અટકાયત કરાઈ હતી. આંદોલનકારીઓ અન્ય પછાત વર્ગ હેઠળ મરાઠા સમાજ માટે સરકારી નોકરીઓ અને શિક્ષણમાં 16 ટકા અનામતની માગ કરી રહ્યા છે. આ કેસ બોમ્બે હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.

સોમવારે ગોદાવરી નદીમાં કૂદીને આત્મહત્યા કરનારા 27 વર્ષના કાકાસાહેબ શિંદેના મંગળવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અહીં શિવસેના સાંસદ ચંદ્રકાન્ત ખેર પહોંચ્યા. ગુસ્સે ભરાયેલા લોકોએ તેમની ગાડી પર પથ્થરમારો કર્યો અને ધક્કામુક્કી પણ કરી. રાજ્ય સરકારે કાકાસાહેબ શિંદેના પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર અને પરિવારના એક સભ્યને નોકરી આપવાની જાહેરાત કરી છે. ઔરંગાબાદમાં બધી સ્કૂલ, વ્યાવસાયિક સંગઠન અને અન્ય સંસ્થાઓ બંધ છે. હિંગોળીમાં એક પોલીસ વાનમાં આગ લગાવાઈ હોવાના અહેવાલ છે. સલામતીની દૃષ્ટિએ રાજ્ય પરિવહન બસોને વિવિધ ડેપોમાં અટકાવી દેવાઈ છે.

પૂણે: ઔરંગાબાદ હાઈવે પર બસોની અવરજવર બંધ


પરભણીમાં આંદોલન હિંસક થઈ ગયું. અહમદનગરમાં સરકારી બસો પર પથ્થરમારો કરાયો. પૂણે-ઔરંગાબાદ હાઈવે પર સરકારી બસો ચલાવાઈ નહીં. પૂણે સહિત અનેક શહેરોમાં હાઈવે પર પોલીસદળ નિયુક્ત કરાયું. પરભણીમાં સોમવારે પણ બસો ફૂંકી દેવાઈ હતી.


રાજ ઠાકરેએ કહ્યું- CM મરાઠા સમાજને ગેરમાર્ગે દોરે છે

મનસે પ્રમુખે કહ્યું કે મુખ્યમંત્રી ખોટું બોલી રહ્યા છે. તે એમ કરીને લોકોને ગેરમાર્ગે દોરે છે કે જો બોમ્બે હાઈકોર્ટ સમાજ માટે અનામત મંજૂર કરી દે તો સરકાર બેકલોગ રૂપે મરાઠા ઉમેદવારોને 72,000 પદોમાંથી 16 ટકા પદ ફાળવી દે છે. તે સામાન્ય લોકોને ગેરમાર્ગે દોરે છે.

Maratha Kranti Morcha workers continue their protest
Maratha Kranti Morcha workers continue their protest
X
Maratha Kranti Morcha workers continue their protest
Maratha Kranti Morcha workers continue their protest
Maratha Kranti Morcha workers continue their protest
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App