ઇ-વે બીલ મામલે નવેમ્બરમાં ગુજરાતે ગુમાવ્યું પ્રથમ સ્થાન / ઇ-વે બીલ મામલે નવેમ્બરમાં ગુજરાતે ગુમાવ્યું પ્રથમ સ્થાન, મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને

DivyaBhaskar.com

Dec 05, 2018, 10:55 AM IST
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

* નવેમ્બર મહિનામાં ગુજરાતમાં 26.8 લાખ ઈ-વે બિલ બન્યા

* મહારાષ્ટ્રમાં નવેમ્બર મહિનામાં 26.13 લાખ ઈ-વે બિલ બન્યા

આ વર્ષના એપ્રિલથી ઇ-વે બીલ બનાવવાનું ફરજીયાત બનાવાયું છે. જે પછી ગુજરાત સતત પ્રથમ સ્થાને રહ્યું હતું. પરંતુ ગયા નવેમ્બર મહિનામાં ગુજરાતને પાછળ છોડીને મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. જો કે નિષ્ણાંતોના મત મુજબ નવેમ્બર મહિનામાં દિવાળીની રજાઓના કારણે ગુજરાત પાછળ રહી ગયુ હોવાનું માની રહ્યાં છે. એક તરફ દિવાળીની રજાઓ અને બીજી તરફ મંદીના કારણે ઈ-વે બિલમાં ઘટાડો થયો હોવાનું નિષ્ણાંતોનું માનવું છે.

ઈ-વે બિલ મામલે નવેમ્બરમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાન પર

એક રિપોર્ટ અનુસાર નવેમ્બર મહિનામાં ગુજરાતમાં 26.8 લાખ જેટલા ઈ-વે બીલ બન્યા છે. જ્યારે ગુજરાતની સરખામણીમાં મહારાષ્ટ્રમાં 26.13 લાખ જેટલા ઈ-વે બિલ બન્યા છે. જેથી નવેમ્બર મહિનામાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાન પર પહોંચી ગયું હતું. એક રિપોર્ટ અનુસાર ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં 41.36 લાખ ઈ-વે બિલ બન્યા હતા. જેની સરખામણીમાં નવેમ્બર મહિનામાં માત્ર 26.8 લાખ જેટલા જ ઈ-વે બિલ બન્યા છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી