- ઘાટકોપર અને વિક્રોલી વચ્ચેના રેલવે ટ્રેક પર મૃતદેહ મળ્યોં
મુંબઈ: ઘાટકોપરમાં રહેતા કચ્છી વૃદ્ધનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળી આવતાં પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો હતો. પોલીસને વૃદ્ધનો મૃતદેહ ઘાટકોપર અને વિક્રોલી વચ્ચેના રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો. જેની ઓળખ કરતા તેમનું નામ હરિશ ભાણજી વોરા હોવાનું સામે આવ્યું હતું. જેથી સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને કરવામાં આવી હતી.
સવારે ઘરેથી નિકળ્યા બાદ મોડી સાંજ સુધી પરત ફર્યા ન હતા
રવિવારે બપોરે મૃતદેહ મળી આવ્યો
1.ઘાટકોપરમાં રહેતા કચ્છી વૃદ્ધ હરશિ ભાણજી વોરા શનિવારે સવારે ઘરેથી નિકળ્યા બાદ મોડી સાંજ સુધી પરત ફર્યા ન હતા. જેથી પરિવારે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. જે દરમિયાન વૃદ્ધનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો. હરિશભાઈને સ્મૃતિભ્રંશ(એમ્નેશિયા) નામની બિમારી હોવાનું પણ જાણવા મળ્યું હતું. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. ફૂટેજમાં સૌથી પહેલા તેમને ટિકિટ વિન્ડો પરથી ટિકિટ લીધા પછી છેક પ્લૅટફોર્મ નંબર ત્રણ પર જતા જોવા મળ્યા હતા. જોકે, સીસીટીવી ફૂટેજની સાથે જીઆરપીમાં વધુ તપાસ કર્યા બાદ ઘાટકોપર અને વિક્રોલી વચ્ચે રેલવે ટ્રેક પાસેથી બપોરે 1.45 વાગ્યાની આસપાસ વૃદ્ધનો મૃતદેહ મળ્યાની અમને માહિતી મળી હતી.
રાજાવાડી હૉસ્પિટલમાં PM માટે ખસેડાયા હતાં
2.ટ્રેનની ટક્કરમાં અજાણ્યા વૃદ્ધનું મૃત્યુ થયું હોવાનો અકસ્માતનો કેસ કુર્લા GRPમાં નોંધાવ્યો હતો. જોકે મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે રાજાવાડી હૉસ્પિટલમાં મોકલ્યા બાદ પરિવારને બનાવની જાણ કરી હતી. સાંજના ઓળખ માટે પરિવારના સભ્યોને બોલાવ્યા બાદ તેમની સાચી ઓળખ થઈ હતી. રાતના રાજાવાડી હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂરી થયા પછી મૃતદેહને પરિવારના સભ્યોને આપવામાં આવ્યો હતો.
હરિશભાઈ સ્મૃતિભ્રંશની બીમારીને કારણે ઘરેથી ચાલ્યા ગયા હતાં
3.પરિવારના સભ્યોએ શનિવારે સવારથી હરિશભાઈ ઘરેથી સ્મૃતિભ્રંશ (એમ્નેસિયા)ની બીમારીને કારણે એકાએક ચાલ્યા ગયા છે. તેઓ ઘરે તેમનો મોબાઈલ અને વોલેટ પણ ભૂલી ગયા હોવાથી જે તે કોઈ વ્યક્તિને મળે તો તેની જાણ કરવા વિનંતી એવો મેસેજ વોટ્સએપ પર મોકલ્યા બાદ પરિવારને આઘાજનક સમાચાર મળ્યા હોવાથી પરિવાર પર આકસ્મિક આફત આવી પડી હોવાનું પોલીસે કહ્યું હતું.