મુંબઈ / મુલુંડમાં કચ્છી યુવતીના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક સર્જન બાથરૂમની તપાસ કરશે

Divyabhaskar.com | Updated - Jan 09, 2019, 02:31 PM
kutchi-girl-suffers-from-suffocation-in-bathroom-Forensic surgeon will check the bathroom
X
kutchi-girl-suffers-from-suffocation-in-bathroom-Forensic surgeon will check the bathroom

  • રાજાવાડી હોસ્પિટલના ડોક્ટરને ઘટનાસ્થળની મુલાકાત લેવાની સૂચના 
  • બાથરૂમમાંથી ઈશાની બેભાન અવસ્થામાં મળી આવી હતી
  • ઈશાની થર્ટીફર્સ્ટ મનાવવા માટે ફ્રેન્ડ્સ સાથે લોનાવાલા ગઈ હતી

મુંબઈ: મુલુંડમાં 1 જાન્યુઆરીના 21 વર્ષની ઈશાની નીતિન ગાલાનું તેના ઘરના બાથરૂમમાં મૃત્યું થયું હતું. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક સર્જન ઈશાનીના ઘરના બાથરૂમની મુલાકાત લેશે. આ સાથે જ રાજાવાડી હોસ્પિટલના ડોક્ટરને પણ ઘટનાસ્થળની મુલાકાત લેવાની સૂચના આપી છે. જે ક્યા  સંજોગોમાં ઈશાનીનું મૃત્યુ થયું છે તે કારણની તપાસ કરશે.

ઈશાનીના મમ્મી-પપ્પા અને દાદીનું નિવેદન લેવાશે

1.ઈશાનીનું મૃત્યુ ગૂંગળામણના કારણે થયું હોવાનું કહેવાય છે. પણ પોલીસ સર્જ્યન ડો.એસ.એમ.પાટીલે એવો અભિપ્રાય આપ્યો હતો કે ઈશાનીનું મૃત્યુ ક્યા સંજોગોમાં થયું એને સમર્થન આપતા પૂરતા પુરાવા ઉપલબ્ધ ન હોવાથી ઈશાનીના મૃત્યુની વિગતવાર તપાસ થવી જોઈએ. જેથી ફોરેન્સિક સર્જનોએ ઈશાનીના ઘરના બાથરૂમની તપાસ કરવાનો નિર્ણય કર્યો છે. ઈશાનીના પેરેન્ટ્સનું કહેવું છે કે તેને અસ્થમાની તકલીફ હતી અને ઘટના સમયે દાદી જ ઘરમાં એકલા હતા. તે અસ્થમાની કઈ કઈ દવા લેતી હતી, આ બધી તપાસવાની જરૂર છે અને ઈશાનીના મમ્મી-પપ્પા અને દાદીના નિવેદન પણ લેવાશે. 
કેવી રીતે બની હતી ઘટના?
2.મુલુંડમાં 21 વર્ષની કચ્છી યુવતી ઈશાની ગાલાનું બાથરૂમમાં ગૂંગળામણ મોત થયું હતું. મંગળવારે બપોરે પાર્ટી મનાવી ઘરે આવ્યા પછી તે બાથરૂમમાં સ્નાન કરવા માટે ગઈ હતી. ત્યારે બાથરૂમમાં ગીઝર ચાલુ કર્યા બાદ તેમાં પાણી વધુ પડતું ગરમ થઈ ગયું હતું અને ખૂબ વરાળ નિકળતી હતી. આવામાં
બાથરૂમની બારી અને એક્ઝોસ્ટ બંધ હોવાથી વરાળ અંદર જ રહેતા આ દુર્ઘટના બની હતી.  
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App