આત્મહત્યા / મુંબઇમાં ટ્રેન સામે કચ્છનાં 21 વર્ષીય યુવાને પડતું મુકી આપઘાત કર્યો

kutchhi young man -suicide-commit on Mumbai railway trek
X
kutchhi young man -suicide-commit on Mumbai railway trek

  • છ મહિના પહેલા જ નવી નોકરી માટે મુંબઇ ગયો હતો
  • મૃતદેહને મુંબઈથી કચ્છના જંગી લાવવામાં આવ્યો

Divyabhaskar.com

Jan 10, 2019, 11:43 AM IST

મુંબઈ: ભચાઉ તાલુકાના જંગી ગામના 21 વર્ષીય આહીર યુવાને મુંબઇમાં અંધેરી અને જોગેશ્વરીની વચ્ચે ટ્રેન સામે જંપ મારીને આત્મહત્યા કરી લીધી હતી. જેને લઈને ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. બનાવ બાદ યુવકના મૃતદેહને મુંબઈથી કચ્છના જંગી લઇ આવવામાં આવ્યો હતો. જો કે આત્મહત્યાની આ ઘટનામાં પોલીસને હજુ સુધી કોઈ સુસાઈડ નોટ મળી નથી. 

ભાવેશ નોકરીની શોધમાં મુંબઈ આવ્યો હતો

ઘટનાની વિગત મુજબ ભાવેશ હેઠવાડિયા પહેલા કચ્છના ટોલનાકા પર નોકરી કરતો હતો અને છ મહિના પૂર્વે જ જંગીથી મુંબઇ નોકરીની શોધમાં ગયો હતો. જ્યાં તે જંગીના જ બે અન્ય મિત્રો સાથે અંધેરીમાં રહેતો હતો અને સ્ટેશનરીની દુકાનમાં કામ કરતો હતો. મુંબઇ પોલીસ સમક્ષ ભાવેશના મિત્ર મહેશે આપેલા નિવેદન મુજબ રવિવારે ભાવેશ મહેશના રૂમ પર ગયો હતો અને સાંજે તેઓ સાથે જમવા ગયા હતા. ત્યાર બાદ બંને મહેશના ઘરે જ સુઈ ગયા હતા. રાબેતા મુજબ સોમવારે સવારે ભાવેશ વહેલો ઉઠી સ્ટેશનરીની દુકાને જવા નીકળી ગયો હતો. જો કે, બાદમાં મહેશે ભાવેશને ફોન કરતા ફોન અંધેરી ખાતે રેલવે પોલીસે ફોન ઉઠાવ્યો હતો અને અકસ્માતના બનાવ વિશે મહેશને વાત કરી હતી. જો કે પોલીસને હજુ સુધી કોઇ સ્યુસાઇડ નોટ મળી નથી. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી