મુંબઈ / કરોડોની સંપત્તિનો ત્યાગ કરી ભિવંડીનો કોઠારી પરિવાર સુરતમાં દીક્ષા ગ્રહણ કરશે

kothari-family-want-to-take-deeksha-in surat
X
kothari-family-want-to-take-deeksha-in surat

  • પત્નીએ સંયમમાર્ગે જવાની આજ્ઞા માગી તો પતિ અને સંતાનો પણ ચાલ્યા એ જ પંથે
  • કોઠારી પરિવારમાં સુરતના કૈલાસનગરમાં દીક્ષાગ્રહણ કરશે

Divyabhaskar.com

Jan 12, 2019, 02:43 PM IST

મુંબઈ: ભિવંડીના ગોકુલનગરમાં રહેતા ટેક્સટાઇલના કરોડો રૂપિયાનો કારોબાર કરી રહેલા રાજસ્થાની વેપારી રાકેશ કોઠારી અને તેનો આખો પરિવાર દીક્ષા ગ્રહણ કરશે. પત્ની સીમા કોઠારીએ પતિ  પાસે સંયમમાર્ગે જવાની આજ્ઞા માગી તો રાકેશ કોઠારી અને તેમનો 21 વર્ષનો પુત્ર મીત અને 19 વર્ષની દીકરી શૈલી પણ સંયમમાર્ગે પ્રયાણ કરવા તૈયાર થઈ ગયાં હતાં. કરોડપતિ રાકેશ કોઠારીનો પરિવાર 9 ફેબ્રુઆરીએ સુરતના કૈલાસનગર સંઘમાં દીક્ષા ગ્રહણ કરશે. સંયમમાર્ગે જવા માટે રાકેશ કોઠારીએ ફક્ત છ મહિનાના સમયમાં તેમના કરોડો રૂપિયાના કારોબારને આટોપી લીધો હતો.

આ પરિવાર ક્યારેય હોટલમાં જમવા પણ નથી ગયો

1.રાકેશ કોઠારી વષોર્થી ગોકુલનગરના જૈન દેરાસરની બાજુમાં રહે છે. પરિવારનો રોજનો નિયમ કે સવારે ભગવાનની પૂજા કર્યા વગર ચા-પાણી પીવાનાં નહીં અને સાંજના આખો પરિવાર સૂર્યાસ્ત પહેલાં જમી લે તેવો ચોવિહાર કરવાનો નિયમ પાળે છે. કંદમૂળ તો બંધ પણ આ પરિવાર હોટેલમાં પણ ગયો નથી. આમ આ પરિવાર જૈનોના શ્રાવકોના બધા જ નિયમોનું ચુસ્તપણે પાલન કરતો રહ્યો છે. મીત અને શૈલી વ્યાવહારિક શિક્ષણની સાથે ધાર્મિક શિક્ષણ પણ લેતાં રહ્યાં છે. નાનપણથી જ મીત અને શૈલી દેરાસરમાં ચાલતી પાઠશાળામાં ધાર્મિક શિક્ષા લેવા જતાં હતાં. મીત ચાર્ટર્ડ અકાઉન્ટનો અભ્યાસ કરી રહ્યો છે. જ્યારે
ગાવાની શોખીન અને ઇન્ડિયન આઇડલની મ્યુઝિક કૉમ્પિટિશનમાં જવા માગતી શૈલી HSC પછી ધાર્મિક અભ્યાસમાં વ્યસ્ત થઈ ગઈ છે.
શાશ્વત સુખ સાધુજીવનમાં જ મળી શકે છે- કોઠારી
2.ત્રણ વર્ષ પહેલાં સીમા કોઠારીએ ઉપધાન તપની આરાધના કરી હતી. જે પછી તેને સંયમમાર્ગે જવાના ભાવ થયા હતા.રાકેશ કોઠારીના જણાવ્યા અનુસાર સીમાએ ઉપધાન તપ પછી સંયમમાર્ગે જવાની વાત કરી ત્યારે હું કે મારાં બાળકોએ એક ક્ષણ બગાડ્યા વગર તરત જ તેને હા પાડી દીધી હતી એટલું જ નહીં અમને પણ સંયમમાર્ગે જવાના ભાવ જાગ્યા હતાં. વધુમાં તેણે કહ્યું કે શાશ્વત સુખ સાધુજીવનમાં જ મળી શકે છે એટલે જ મારા આખા પરિવારે સાથે દીક્ષા લેવાનો નિર્ધાર કર્યો છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી