ધરપકડ / મુંબઈ સહિત અનેક શહેરોના મંદિરોમાં પૂજારી બની દાગીના ચોરનાર અમદાવાદથી ઝડપાયો

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર
X
ફાઈલ તસવીરફાઈલ તસવીર

  • પહેલા મંદિરની રેકી કરતો અને પછી મંદિરમાં પુજારી તરીકે કામ કરતો

Divyabhasakar.com

Feb 01, 2019, 04:57 PM IST
મુંબઈ:મહારાષ્ટ્રમાં મુંબઈ, પુણે, કોલ્હાપુર અને ગુજરાતનાં અમુક શહેરોમાં મંદિરોમાં પૂજારી બનીને પ્રવેશ મેળવી લીધા પછી ભગવાનના દાગીના ચોરીને ભાગીજનારને મલાડ પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી લીધો છે. આરોપીને સુખદેવ પ્રભુરામ રોહિત તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે. સુખદેવ વિરુદ્ધ મુંબઈ અને ગુજરાતનાં પોલીસ સ્ટેશનોમાં આ પ્રકારના અનેક ગુના નોંધાયેલા છે. 

મલાડ પોલીસે સુખદેવની અમદાવાદથી ધરપકડ કરી

મલાડના એક જૂના મંદિરમાં ગયા વર્ષે સુખદેવે પૂજારી તરીકે પ્રવેશ મેળવ્યો હતો. તે મંદિરમાં જ રહેતો હતો. એક દિવસ લાગ જોઈને સુખદેવ ભગવાનના દાગીના ચોરીને ભાગી ગયો હતો. આ પછી ફરિયાદ નોંધાતાં સુખદેવની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદમાં સુખદેવ જાડેજા તરીકે ઓળખ આપતો અને પોતાને પોલીસ અધિકારી તરીકે ઓળખ આપતો હતો. મલાડ પોલીસે તેને પકડી પાડ્યો ત્યારે પણ તેણે જાડેજા તરીકે ઓળખ આપી હતી. જોકે પોલીસે ઊલટતપાસ કરતાં તેણે ગુનો કબૂલ કર્યો હતો.
2. આરોપી મહારાષ્ટ્ર-ગુજરાતનાં મંદિરોને ટાર્ગેટ કરતો
સુખદેવ સૌપ્રથમ મંદિરોમાં ફરીને ભગવાન પર કેટલા દાગીના ચઢાવવામાં આવેલા છે તેની રેકી કરતો હતો. આ પછી તે મંદિરના ટ્રસ્ટીઓ અને પદાધિકારીઓને વિશ્વાસમાં લેતો હતો. પૂજારી તરીકે પ્રવેશ મળતાં મંદિરમાં જ રહેતો હતો, જે પછી લાગ જોઈને ચોરી કરતો હતો. આ રીતે તેણે અનેક મંદિરોમાં ચોરી કરી છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી