પ્રમુખસ્વામી જન્મજયંતી મહોત્સવ/ બુધવારે રાજકોટનો રચાશે સુવર્ણ ઈતિહાસ, જેઠાલાલ સહિત મહાનુભાવો રહેશે હાજર

800 સંતો અને 22 હજારથી વધારે સ્વયંસેવકો આપી રહ્યાં છે સેવા

DivyaBhaskar.com | Updated - Dec 04, 2018, 02:10 PM
જેઠાલાલ પ્રમુખસ્વામી જન્મજયં
જેઠાલાલ પ્રમુખસ્વામી જન્મજયં

* મુંબઈથી 'તારક મહેતા...'સીરિયલના જેઠાલાલ પ્રમુખસ્વામી જન્મજયંતી મહોત્સવમાં લેશે ભાગ
* 800 સંતો અને 22 હજારથી વધારે સ્વયંસેવકો આપી રહ્યાં છે સેવા
* મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે મહોત્સવનો કરાશે પ્રારંભ

રાજકોટ: 5 ડિસેમ્બરે રાજકોટ સ્વામી નારાયણ મંદિરના પ્રાંગણમાં લાખો ભાવિક ભક્તો ઉમટી પડશે. ત્યારે સૌની લોક પ્રિય સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના જેઠાલાલ એટલે દિલિપ જોશી પણ આ મહોત્સવમાં ભાગ લેવા માટે આવી પહોંચશે. તો આ સાથે 'તારક મહેતા...'સીરિયલની ટીમના અન્ય સભ્યો પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવી પહોંચશે. આ સાથે સીએમ વિજય રૂપાણી પણ આ કાર્યક્રમમાં પોતાની હાજરી આપશે.

તમામ તૈયારીઓને આપવામાં આવી રહ્યો છે આખરી ઓપ


પૂ.પ્રમુખ સ્વામીજી મહારાજના 98માં જન્મ જયંતી મહોત્સવનો બુધવારથી પ્રારંભ થશે. સાંજે સાડા સાત વાગ્યે પૂ.મહંત સ્વામી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે. મહત્વનું છે કે BAPSના કાર્યકર્તાઓ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે. સાથે જ ભાવિક ભક્તો પણ આ મહોત્સવની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

500 એકર જમીનમાં વિરાટ મહોત્વસનું ભવ્ય આયોજન


આ કાર્યક્રમ 5 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર એમ કુલ 10 દિવસ યોજાશે. જે દરમિયાન પ્રમુખસ્વામી મહારાજના 98મા જન્મજયંતી મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. મોરબી રોડ પર પર અતિથિ દેવો ભવ હોટલ સામે 500 એકર જમીન પર વિરાટ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. એક અંદાજ પ્રમાણે 20 લાખથી વધુ ભાવિક ભક્તો આ કાર્યક્રમમાં ભાગ લે તેવી શક્યતા છે. જેના માટે 10 દિવસ સુધી મહોત્સવ સ્થળ સુધી પહોંચવા એસટીની 50 બસોને દોડાવવામાં આવશે.

5થી 15 ડિસેમ્બર સુધીના કાર્યક્રમો


5 ડિસેમ્બર
સાડા પાંચ વાગ્યે પૂજન દર્શન કરવામા આવશે. સાંજે સાડા સાત વાગ્યે ઉદ્ઘાટન સભા અને સંત પ્રવચન

6 ડિસેમ્બર
સાંજે વિરાટ મહિલા સંમેલન યોજાશે. જેનું આયોજન રાજ્યપાલ આનંદીબહેન પટેલના સાનિધ્યમાં કરવામા આવ્યુ છે.

7 ડિસેમ્બર
નૃત્ય નાટિકા આયોજન

8 ડિસેમ્બર
સંત પ્રવચન અને સન્માન સમારોહ

9 ડિસેમ્બર
કીર્તિદાન ગઢવી અને ઓસમાન મીરના શૂરીલા સ્વરથી ગુંજી ઉઠશે સમારોહ

10થી 12 ડિસેમ્બર
ત્રિદિવસીય સ્વામિનારાયણ વિશ્વશાંતિ મહાયજ્ઞનું આયોજન

13 ડિસેમ્બર
ભાગવતી દીક્ષા સમારોહનું આયોજન

15 ડિસેમ્બર


જન્મ જયંતી સમારોહનું આયોજન

આ 10 દિવસ દરમિયાન મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામા આવી છે તેમાં તમામ લોકોને લાભ લેવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 800 સંતો અને 22 હજારથી વધારે સ્વયંસેવકોની ફોજ ખડે પગે સેવા આવી રહી છે.

X
જેઠાલાલ પ્રમુખસ્વામી જન્મજયંજેઠાલાલ પ્રમુખસ્વામી જન્મજયં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App