વિદ્યાર્થીઓના અભાવે તંત્રશિક્ષણની 41 કોલેજો બંધ કરવાનો સમય આવ્યો

કોલેજો બંધ કરવા સંદર્ભનો પ્રસ્તાવ રાજ્ય તંત્રશિક્ષણ સંચાલનાલય (ડીટીઈ) પાસે રજૂ કર્યાની માહિતી મળી છે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - May 17, 2018, 11:26 PM
It Was Time To Stop 41 College In The Absence Of Students

પ્રતિકાત્મક તસવીર

મુંબઈ: મુંબઈ સહિત રાજ્યના તંત્રશિક્ષણના દરજ્જા બાબતે અનેક પ્રશ્ન ઉપસ્થિત થતા હોઈ કેટલીક કોલેજોમાં ખાલી રહેતી સીટ્સની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. તેથી મુંબઈ સહિત રાજ્યમાં તંત્રશિક્ષણનો અભ્યાસક્રમ શીખવતી 41 કોલેજ પ્રશાસને તેમની કોલેજો બંધ કરવા સંદર્ભનો પ્રસ્તાવ રાજ્ય તંત્રશિક્ષણ સંચાલનાલય (ડીટીઈ) પાસે રજૂ કર્યાની માહિતી મળી છે. એમાં ડિગ્રી કોર્સની 26 અને ડિપ્લોમા કોર્સની 15 કોલેજોનો સમાવેશ છે.

આ પ્રસ્તાવોમાંથી કેટલાક પ્રસ્તાવ હવે ડીટીઈ તરફથી રાજ્ય સરકાર પાસે મોકલવામાં આવ્યા છે. સરકાર દ્વારા આ પ્રસ્તાવ અંતિમ માન્યતા માટે અખિલ ભારતીય તંત્રશિક્ષણ પરિષદ પાસે મોકલવામાં આવશે. મુંબઈ સહિત રાજ્યમાં તંત્રશિક્ષણનો અભ્યાસક્રમ શીખવતી મોટા ભાગની કોલેજોમાં પાયાભૂત સુવિધાઓ પૂરી પાડતા પણ નાકે દમ આવે છે એવી અનેક બાબતો પ્રકાશમાં આવી છે.

એન્જિનિયરીંગ કોલેજો પ્રમાણે આર્કિટેકચર, એમબીએનું શિક્ષણ આપતી મેનેજમેંટ કોલેજોમાં પણ આ પ્રમાણ વધ્યું હોવાથી મોટા પ્રમાણમાં સીટ્સ ખાલી રહે છે. અનેક કોલેજ પ્રશાસન માટે આર્થિક બજેટ સંભાળવું મુશ્કેલ થઈ રહ્યું હોઈ કોલેજ બંધ કરવાનો નિર્ણય લીધો છે. અનેક કોલેજોએ ખાનગી યુનિવર્સિટી તરીકે પ્રતિષ્ઠા મેળવી હોવાથી અત્યારે ચાલી રહેલી કોલેજો બંધ કરવાની માગણી ડીટીઈ પાસે કરી હોવાનું જણાય છે.

નામાકિંત કોલેજોનો સમાવેશ


કોલેજો બંધ કરવા માટે આવેલી અરજીઓમાં મુંબઈ અને પુણેની અનેક નામાંકિત કોલેજોનો સમાવેશ છે. આ નામાંકિત કોલેજોએ હવે ખાનગી યુનિવર્સિટી તરીકે કામ કરવાનો પ્રયત્ન શરૂ કર્યો હોવાથી તેમણે આ કોલેજો બંધ કરવા માટે અરજી કરી હોવાનું જણાય છે. તેથી અખિલ ભારતીય તંત્રશિક્ષણ પરિષદ કુલ કેટલી સંસ્થાઓને બંધ કરવાની માન્યતા આપે છે એના પર બધાનું ધ્યાન છે.

X
It Was Time To Stop 41 College In The Absence Of Students
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App