Divya Bhaskar

Home » Maharashtra » Latest News » Mumbai » ભારત પાસેનો વિશાળ પ્રતિભાઓનો સમૂહ સેવાક્ષેત્ર માટે લાભકારી: કોવિંદ | India Largest Talent Pool Is Beneficial For Service Sector: Kovind

ભારત પાસેનો વિશાળ પ્રતિભાઓનો સમૂહ સેવાક્ષેત્ર માટે લાભકારી: કોવિંદ

Divyabhaskar.com | Updated - May 16, 2018, 12:07 AM

ગોરેગાંવ ખાતે સેવાક્ષેત્ર અંગેના ચોથા વૈશ્વિક પ્રદર્શનનું ઉદ્ઘાટન કરાયું

  • ભારત પાસેનો વિશાળ પ્રતિભાઓનો સમૂહ સેવાક્ષેત્ર માટે લાભકારી: કોવિંદ | India Largest Talent Pool Is Beneficial For Service Sector: Kovind

    મુંબઈ: ભારત પાસે પ્રતિભાઓનો વિશાળ સમૂહ છે, જે તેને સેવા ક્ષેત્ર માટે સ્વાભાવિક લાભ આપે છે, એમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મુંબઈના ગોરેગાવ એક્ઝિબિશન સેન્ટરમાં સેવા ક્ષેત્ર પર આયોજિત ચોથા વૈશ્વિક પ્રદર્શનનું ઉદઘાટન કર્યા પછી સંબોધનમાં જણાવ્યું હતું. આ પ્રદર્શનમાં 100 દેશોમાંથી મોવડીઓ આવ્યા છે. સરકાર અને અન્ય હિસ્સાધારકોના આ પ્રયાસથી ભારતીય સેવા ક્ષેત્રની ક્ષિતિજ ઓર વધશે. 12 ચેમ્પિયન ક્ષેત્રોનું લોન્ચ નવું આક્રમક પગલું છે, જેનાથી ભારતીય અર્થવ્યવસ્થા સાથે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં પણ યોગદાન મળશે અને નોકરીઓ નિર્માણ થશે.


    સેવા ક્ષેત્રે રોજગારી, મૂલ્ય નિર્મિતી, ઉત્પાદકતા અને નાવીન્યતામાં વર્ચસ જમાવ્યું છે. ઉપરાંત કૃષિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉત્પાદન સહિતનાં અન્ય ક્ષેત્રોમાં પણ ટેકનોલોજીની ગતિ યોગદાન વધારી રહી છે. 21મી સદીની વૈશ્વિક અર્થવ્યવસ્થાનો તે આધાર બનશે એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી, એમ તેમણે જણાવ્યું હતું. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે વૈશ્વિક પુરવઠા શૃંખલા અને વૈશ્વિક મલ્ય શૃંખલા થકી આ ક્ષેત્ર ભારત સાથે દુનિયાભરમાં રોજગારીની વિશાળ તકો નિર્માણ કરશે. મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે વૈશ્વિક અર્થવ્યવસ્થાની તુલનામાં ભારતીય અર્થવ્યવસ્થા તેજ ગતિથી આગળ વધી રહી છે.

    ભારતે સેવા ક્ષેત્ર માટે તેજ ગતિથી વૃદ્ધિ કરવાનો માર્ગ મોકળો કર્યો છે. મહારાષ્ટ્ર આ ક્ષેત્ર માટે એવું તંત્ર નિર્માણ કરશે કે મોટી સંખ્યામાં નોકરીઓ ઓફર કરી શકશે. સરકાર સાથે ધ કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયા ઈન્ડસ્ટ્રી, સર્વિસીસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા સંયુક્ત રીતે આ પ્રદર્શનનું આયોજન કરાયું છે, જે 15-18 દરમિયાન ચાલશે. આ સમયે રાજ્યપાલ વિદ્યાસાગર રાવ, વાણિજ્ય સચિવ રિટા તેઓતિયા, સીઆઈઆઈના પ્રેસિડેન્ટ રાકેશ ભારતી મિત્તલ વગેરે પણ હાજર હતાં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Maharashtra

Trending