Home » Maharashtra » Latest News » Mumbai » India has one bank fraud every hour, 13 thousand crore of the largest PNB

ભારત દેશમાં દર કલાકે એક બેન્ક ફ્રોડ, સૌથી મોટું PNB નું 13 હજાર કરોડ

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 03:43 AM

સૌથી મોટું PNB નું 13 હજાર કરોડ, BOIનું 2810 કરોડનું કૌભાંડ

  • India has one bank fraud every hour, 13 thousand crore of the largest PNB

    મુંબઈ: ભારતભરમાં છેલ્લાં 2 જ મહિનામાં પંજાબ નેશનલ બેન્કનું 13 હજાર કરોડનું અને ગયા મહિને માર્ચમાં આઈસીઆઈસીઆઈ બેન્કનું 2810 કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે. પરંતુ, આ બહાર આવેલાં કૌભાંડો ખૂબ જ મોટી રકમના છે. આરબીઆઇના ડેટા મુજબ 2013થી 17 સુધીમાં બેન્ક ફ્રોડના કુલ 17,504 કેસ નોંધાયા છે. આ તમામ કૌભાંડોની કુલ મની વેલ્યુ 66,066 કરોડ છે.

    બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં સૌથી વધુ 3893 ફ્રોડ નોંધાયા

    ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર એડવાઇઝરી સર્વિસના રિપોર્ટ મુજબ કુલ બેડ લોનની રકમ આશરે 9.5 લાખ કરોડ છે અને 2016થી 17ના નાણાકીય વર્ષને જોઈએ તો, 12,533 કેસ છે એટલે કે, સરેરાશ એક કલાકે એક કૌભાંડ ભારતની કોઈ એક બેન્કમાં થાય છે. જે ભારતીય બેન્કોમાં વ્યવસ્થાપનની સ્થિતિ સ્પષ્ટ કરે છે. આરબીઆઇના ફોર્મર ડેપ્યુટી ગવર્નર કે.સી.ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, આ પ્રકારનાં મોટાં મોટાં કૌભાંડો નબળા આંતરિક કન્ટ્રોલને કારણે થાય છે અને બેન્કની બેલેન્સશીટ પર તેની વિપરીત અસર પડે છે. 2015થી 2017 દરમિયાન થયેલા ફ્રોડસમાં 2791 જેટલા બેન્ક કર્મચારીઓ પણ સામેલ છે.

    કેટલા કર્મચારીઓ સામેલ?
    એસબીઆઈ - 1,538
    ઇન્ડિયન ઓવરસીઝ - 449
    સેન્ટ્રલ બેન્ક - 406
    યુનિયન બેન્ક - 214
    પીએનબી- 184 (2015-17ના ડેટા મુજબ)

    બેન્કના કાયદા અને હક


    કલમ 27(2),30,35, 5(1એ) મુજબ આરબીઆઇ પાસે કોઈ બેન્કના ચોપડા તપાસવાનો અધિકાર છે, અને ખુલાસા પણ માંગી શકે છે. સેન્ટ્રલ બેન્ક પાસે 5 કરોડ કે તેથી ઉપરના લોનધારકોની માહિતી જાળવી રાખવાનો અને નવા ઓડિટર્સ લેવાના અને જરૂર પડે તો જૂનાને કાઢવાનો હક છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Maharashtra

Trending

વીડિયો વધુ જુઓ