સ્યૂસાઈડ / પરીક્ષામાં ધાર્યુ પરિણામ ન આવતા મુંબઈમાં રહેતા કચ્છી પરિવારના એકના એક પુત્રનો આપઘાત

માતા-પિતા સાથે ક્રિશલ
માતા-પિતા સાથે ક્રિશલ
X
માતા-પિતા સાથે ક્રિશલમાતા-પિતા સાથે ક્રિશલ

  • માતા-પિતાની ગેરહાજરીમાં 16 વર્ષના ક્રિશલ છેડાએ આત્મહત્યા કરી

Divyabhaskar.com

Jan 29, 2019, 11:08 AM IST
મુંબઈ: ચેમ્બુરના છેડાનગરની ઇલોરા સોસાયટીમાં રહેતા 16 વર્ષના ક્રિશલ છેડાએ રવિવારે રાતે માતા-પિતાની ગેરહાજરીમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. ક્રિશલે તેની સુસાઇડ-નોટમાં લખ્યું હતું કે પરીક્ષા માટે પૂરી મહેનત કરવા છતાં એમાં ધારી સફળતા ન મળે એવું જીવન શું કામનું? આમ એકના એક દિકરાએ આત્મહત્યા કરતા કચ્છી પરિવાર પર આભ તુટી પડ્યું છે. 

પ્રિલિમમાં નબળું પરિણામ આવશે એવી ખબર પડતાં સ્યુસાઈડ કર્યું

ક્રિશલ ભણવામાં હોશિયાર ન હતો. પણ તે અન્ય ઍક્ટિવિટીઝમાં તે અવ્વલ હતો. ક્રિશલની 10માંની પ્રિલિમ એક્ઝામનું ઓપન સેશન હતું, પરંતુ આ પહેલાં જ ક્રિશલને તેના પ્રિલિમ એક્ઝામના નબળા પરિણામની સ્કૂલમાંથી જાણ થઈ ગઈ હતી. જેથી તે ડિપ્રેશનમાં આવી ગયો હતો. જોકે ક્રિશલે આ મુદ્દે તેના ઘરમાં કોઈની સાથે વાત કરી ન હતી. પરંતુ તેને રવિવારે સાંજે તેનાં માતા-પિતા પનવેલના એક રિસૉર્ટમાં પ્રસંગમાં ગયાં હતાં. ત્યારે એકલતાનો લાભ લઈ આત્મહત્યા કરી હતી. જ્યારે રાતના એક વાગ્યે તેના માતા-પિતા ઘરે પાછાં ફર્યા તો તેમણે ક્રિશલને ગળેફાંસો ખાઈને લટકતો જોયો હતો.
2. મહેનત કર્યા પછી પણ પરીક્ષામાં સફળતા ન મળે તો એવું જીવન શું કામનું?
એક સંબંધીના જણાવ્યા અનુસાર, ક્રિશલને ગળાફાંસો ખાઈને લટકતો જોઈને તેના પિતા પારસ અને તેની માતા કિંજલના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ક્રિશલ પાસેથી મળેલી સુસાઇડ-નોટમાં ક્રિશલે તેની પ્રિલિમની પરીક્ષાના નબળા પરિણામનો ઉલ્લેખ કરીને આટલી મહેનત કરીને ધારી સફળતા ન મળે એવું જીવન શું કામનું એવું આત્મહત્યાનું કારણ દર્શાવ્યું હતું. ક્રિશલ તેનાં માતા-પિતાનું એકનું એક સંતાન હતો. અમારા પરિવારમાં ક્રિશલનાં દાદા-દાદી, માતા-પિતા કે અમે ક્યારેય ક્રિશલને ભણવા માટે દબાણ નહોતા કરતાં. ભણવા સિવાય ક્રિશલ બીજી અનેક પ્રવૃત્તિઓમાં ખૂબ જ સક્રિય અને હોશિયાર હતો. અમે બધા જ તેની સાથે ફ્રેન્ડ્લી રહેતા હતા. આમ છતાં અમારા કોઈ સાથે તેની મનોદશાની ચર્ચા કર્યા વગર તેણે આત્મહત્યાનું પગલું ભરતાં અમારો આખો પરિવાર આઘાતમાં આવી ગયો હતો.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી