વેસ્ટર્ન રેલવેની 16 મેલ-એક્સપ્રેસમાં મુસાફરો ચાલતી ટ્રેનમાં શોપિંગ કરી શકશે

divyabhaskar.com

Dec 21, 2018, 10:28 AM IST
ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

* 16 મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં ઑન-બોર્ડ શૉપિંગની નવી યોજના શરૂ

રાજકોટ: વેસ્ટર્ન રેલવે દ્વારા 16 મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં ઑન-બોર્ડ શૉપિંગની નવી યોજના શરૂ કરવામાં આવશે. આ કાર્ય માટે એક પ્રાઇવેટ કંપનીને 5 વર્ષ માટે 3.66 કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો છે. ટ્રેનોમાં એક ફીટ બાય ત્રણ ફીટના ડાયમેન્શનવાળી શૉપિંગ-કાર્ટ સાથે બે સેલ્સપર્સન પણ હશે. આ સેલ્સપર્સન ઓળખપત્ર અને યુનિફૉર્મમાં રહેશે એટલું જ નહીં, તેમની પાસે ડેબિટ અને ક્રેડિટ કાર્ડનું મશીન પણ ઉપલબ્ધ રહેશે. હાલ તો મુંબઈ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસમાં આ સુવિધા ઉભી કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે.


શૉપિંગનો સમય સવારે 8 થી રાત્રે 9 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે

- રેલવે-પ્રવાસીઓને શૉપિગમાં હોમ, બ્યુટી, કિચન અપ્લાયન્સિસ અને ફિટનેસના સામાનની ખરીદી કરી શકશે.

- પ્રવાસીઓને જોવા માટે સામાનનુ કેટલોગ આપવામાં આવશે.

- શોપિંગનો સમય 8થી રાત્રે 9 વાગ્યા સુધીનો રહેશે.

- સેલ્સ પર્સન ટ્રેનના કોચમાં જઈને ઊંચા અવાજમાં પ્રમોશન એક્ટિવિટી ન કરે તેના પર પણ ધ્યાન આપવામાં આવશે.

- 16 મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં આ સુવિધા શરૂ કરવામાં આવશે.

X
ફાઈલ ફોટોફાઈલ ફોટો
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી