મુંબઈ: પતિએ ગર્ભવતી પત્નીને 800 ફૂટ ખીણમાં ધકેલી, છંતાય બચી

વિજયા ખીણમાં ગબડીને એક ઠેકાણે અટવાઈ જતા બચી ગઈ હતી. એ જખમી અવસ્થામાં છે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 02:23 AM
માથેરાનમાં પતિએ ગર્ભવતી પત્નીને 800 ફૂટ ખીણમાં ધકેલી- ફાઈલ
માથેરાનમાં પતિએ ગર્ભવતી પત્નીને 800 ફૂટ ખીણમાં ધકેલી- ફાઈલ

પ્રતિકાત્મક તસવીર

મુંબઈ: પર્યટકોના માનીતા હિલ સ્ટેશન માથેરાનમાં પતિએ પોતાની ગર્ભવતી પત્નીને 800 ફૂટ ઊંડી ખીણમાં ધકેલી દીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જો કે નસીબ બળવાન હોવાથી વિજયા પવાર નામની આ મહિલા બચી ગઈ હતી. પોલીસ અને પર્વતારોહકોની ટીમે સંબંધિત ગર્ભવતી મહિલાને જખમી અવસ્થામાં ખીણમાંથી બહાર કાઢી હતી. આરોપી પતિ સુરેશ પવારને પોલીસે તાબામાં લીધો હતો.


સુરેશ પવાર મંત્રાલયમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. એક વર્ષ પહેલાં સુરેશે વિજયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ખાસ વાત એટલે વિજયાના પહેલાં પણ લગ્ન થઈ ચૂક્યા છે અને એના 3 સંતાન છે. સુરેશ એના પ્રેમમાં પડ્યો હતો અને વિજયાને એના સંતાનો સાથે સ્વીકારી લગ્ન કર્યા હતા. કેટલાક દિવસો પછી વિજયા ગર્ભવતી થઈ હતી. પછી હવે મને તારા ઘરે લઈ જા એવી માગણી સુરેશ પાસે કરી હતી.

આગળ વાંચો: વિજયા ખીણમાં ગબડીને અટવાઈ જતા બચી

પોલીસ અને માથેરાનની રેસ્ક્યૂ ટીમને જણાવવામાં આવ્યું હતું- ફાઈલ
પોલીસ અને માથેરાનની રેસ્ક્યૂ ટીમને જણાવવામાં આવ્યું હતું- ફાઈલ

વિજયા ખીણમાં ગબડીને અટવાઈ જતા બચી

 

આ માગણીથી કંટાળીને સુરેશે એને મારી નાખવાનું નક્કી કર્યું હતું. એ પછી ફરવા માટે સુરેશ એને માથેરાન લઈ ગયો હતો અને ત્યાં વિજયાને 800 ફૂટ ઊંડી ખીણમાં ધકેલી દીધી હતી. વિજયા ખીણમાં ગબડીને એક ઠેકાણે અટવાઈ જતા બચી ગઈ હતી. એ જખમી અવસ્થામાં છે એમ દેખાતા ત્યાંના સ્થાનિક યુવાનો અને વન વિભાગે પ્રયત્નો શરૂ કર્યા હતા. સાથે જ પોલીસ અને માથેરાનની રેસ્ક્યૂ ટીમને જણાવવામાં આવ્યું હતું. 

X
માથેરાનમાં પતિએ ગર્ભવતી પત્નીને 800 ફૂટ ખીણમાં ધકેલી- ફાઈલમાથેરાનમાં પતિએ ગર્ભવતી પત્નીને 800 ફૂટ ખીણમાં ધકેલી- ફાઈલ
પોલીસ અને માથેરાનની રેસ્ક્યૂ ટીમને જણાવવામાં આવ્યું હતું- ફાઈલપોલીસ અને માથેરાનની રેસ્ક્યૂ ટીમને જણાવવામાં આવ્યું હતું- ફાઈલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App