Home » Maharashtra » Latest News » Mumbai » Heavy rains in Mumbai- Roads and flood water flows, 46% less in Gujarat

મુંબઈમાં ભારે વરસાદ: રસ્તાઓ-ઘરોમાં પાણી ભરાયા, ગુજરાતમાં 46% ઘટ

Divyabhaskar.com | Updated - Jul 10, 2018, 11:23 AM

મુંબઈમાં 2005 જેવો માહોલ, પાલઘરમાં 300 લોકો ફસાયા, શાળા- કોલેજ બંધ

  • મુંબઈમાં 2005 જેવો માહોલ સર્જાયો

    મુંબઈ: મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં સપ્તાહની શરૂઆત પણ ધોધમાર વરસાદથી થઈ હતી. છેલ્લા 21 કલાકમાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે. 2005 જેવો માહોલ સર્જાતા લોકોમાં ગભરાટ સર્જાયો હતો. વસઈના રહેણાક વિસ્તારમાં પાણી ભરાવાથી 300 લોકો ફસાઈ ગયા હતા. ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ ઉપનગરોમાં વરસાદનું જોર વધુ હતું. જોકે થાણે, ડોંબિવલી, કલ્યાણ, ભિવંડી, બદલાપુર, અંબરનાથમાં મુશળધાર વરસાદ ચાલુ છે. આટલું જ નહીં, કોંકણ સહિત રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદનું જોર ચાલુ છે. આગામી 24 કલાકમાં પણ જોરદાર વરસાદ પડવાની આગાહી વેધશાળાએ કરી છે. નાલાસોપારામાં ઘૂંટણભેર પાણી ભરાઈ ગયાં હતાં.

    પ્લેટફોર્મ નં. 4 પર પાટા પર પાણી આવી જતાં આ માર્ગ બંધ કરાયો હતો. નાલાસોપારા, વસઈ, વિરાર, કલ્યાણ ભિવંડીમાં તો અનેક દુકાનો અને ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં. પાલઘર, દહાણુ, વિક્રમગઢ, તલાસરી વાડા વિસ્તારમાં પણ જોરદાર વરસાદ પડ્યો હતો. રાજ્યમાં બધી જ નદીઓ અને નાળાઓમાં પૂર આવ્યાં હતાં. છેલ્લા ત્રણ દિવસથી વરસતા વરસાદનું જોર ઓછું નહીં થતાં અને ઠેર ઠેર પાણી ભરાયાં હોવાથી સ્કૂલ- કોલેજોમાં રજા જાહેર કરાઈ હતી.

    મુંબઈ-થાણેમાં ભારે વરસાદ: 7 લોકોના મોત, સ્કૂલ-કોલેજોમાં રજા

    હવામાન વિભાગ દ્વારા બે દિવસ ઓરેન્જ એલર્ટ
    હવામાન વિભાગ દ્વારા વધુ કે ઓછા વરસાદ માટે ગ્રીન,યલો, ઓરેન્જ અને રેડ કલરમાં એલર્ટ જારી કરાતી હોય છે.

  • Heavy rains in Mumbai- Roads and flood water flows, 46% less in Gujarat
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    પાલઘરમાં 300 લોકો ફસાયા

    ગુજરાતમાં 46 ટકા વરસાદની ઘટ
    અમદાવાદ: દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદ પાછો ખેચાયો છે. પરંતુ, આગામી બે દિવસ મધ્ય લેવલે રચાયેલા સેરઝોનથી 11 જુલાઇથી બે દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડશે. જયારે 13મી જુલાઇથી બંગાળની ખાડીમાં સ્ટ્રોંગ લો-પ્રેશરથી 14થી 20 જુલાઇ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જેથી હાલમાં ગુજરાતમાં સરેરાશ વરસાદ કરતાં 46 ટકાની ઘટ સરભર થવાની પ્રબળ સંભાવના હવામાન વિશેષજ્ઞએ વ્યક્ત કરી છે. હવામાન વિભાગે પણ 11મી જુલાઇથી બે દિવસ ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. 

     

     

  • Heavy rains in Mumbai- Roads and flood water flows, 46% less in Gujarat
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    શાળા-કોલેજ બંધ

    દક્ષિણ ગુજરાત સિવાય વરસાદ ગેરહાજર


    હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલનાં જણાવ્યાં મુજબ, દક્ષિણ ગુજરાત રાજ્યના મોટાભાગનાં વિસ્તારોમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ છે. પરંતુ, હાલમાં વાતાવરણમાં મધ્ય લેવલે પૂર્વ-પશ્ચિમનાં પવનો ભેગા થયા છે, જે બે દિવસમાં 19 ડિગ્રી ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યાં છે. જેથી હાલમાં દક્ષિણ ગુજરાત અને મુંબઇમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ સિસ્ટમને કારણે 11 અને 12મી જુલાઇ દક્ષિણ ગુજરાત અને અમદાવાદ સહિત રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જયારે 13 જુલાઈથી બંગાળની ખાડીમાં સ્ટ્રોંગ લો-પ્રેશરથી 14થી 20 જુલાઇ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગનાં વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની વકી છે. દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યનાં અન્ય વિસ્તારોમાં વરસાદની ગેરહાજરીથી 1 જુનથી અત્યાર સુધી 46 ટકા વરસાદની ઘટ છે, જે 14થી 20 જુલાઇ દરમિયાન થનારા વરસાદથી દુર થવાની શક્યતા છે. 

  • Heavy rains in Mumbai- Roads and flood water flows, 46% less in Gujarat
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    સોમવારે સીઝનનો સૌથા વધારે વરસાદ નોંધાયો

    13મી જુલાઇથી બંગાળની ખાડીનુ લો-પ્રેશર સ્ટ્રોંગ બનશે


    વાતાવરણનાં મધ્ય લેવલે પૂર્વ-પશ્ચિમના પવનો ભેગા થયા છે, જેને સેર ઝોન કહે છે. આ સેર ઝોન 19 ડિગ્રી ઉત્તર તરફ છે, જેથી હાલમાં મુંબઇ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે. આ સેરઝોન આગામી બે દિવસમાં ગુજરાત તરફ આગળ વધશે જેથી 11મી જુલાઇથી બે દિવસ રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની વકી છે. 

     

  • Heavy rains in Mumbai- Roads and flood water flows, 46% less in Gujarat
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ગુજરાતમાં 46 ટકા વરસાદ ઘટ્યો

    ગુજરાતમાં 46 ટકા વરસાદ ઓછો 
    1લી જૂનથી 9મી જુલાઇ સુધીમાં સરેરાશ 178.9 મીમી વરસાદને બદલે માત્ર 96.4 ટકા જ વરસાદ પડ્યો છે. એટલે કે સરેરાશ વરસાદ કરતાં 46 ટકા વરસાદની ઘટ છે. 

  • Heavy rains in Mumbai- Roads and flood water flows, 46% less in Gujarat
    મુંબઈમાં કેટલાક મકાનોમાં પાણી ભરાયા

    14થી 20 જુલાઇ સુધી ભારે વરસાદ: ઘટ દૂર કરશે 
    13જુલાઇથી બંગાળની ખાડીમાં સ્ટ્રોંગ પ્રેશર સર્જાશે, જેને કારણે 14થી 20 જુલાઇ અમદાવાદ સહિત રાજ્યનાં મોટભાગનાં વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જેનાથી હાલમાં ગુજરાતમાં સરેરાશ કરતાં 46 ટકા વરસાદની ઘટ દુર થશે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Maharashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ