Home » Maharashtra » Latest News » Mumbai » Heavy rains in Mumbai: 7 people Died and 5 injured in a building Collapsed

મુંબઈ-થાણેમાં ભારે વરસાદ: 7 લોકોના મોત, સ્કૂલ-કોલેજોમાં રજા

Divyabhaskar.com | Updated - Jul 09, 2018, 12:01 PM

સિંધુદુર્ગમાં કાર ખાઈમાં પડતાં 5 મોત, મુંબઈ લોકલ ટ્રેન સેવાને આંશિક અસર

  • થાણેની પાસે મુલુંડ રેલવે સ્ટેશનનો ટ્રેક પાણીથી ભરાઈ ગયો.

    મુંબઈઃ મહારાષ્ટ્રના મુંબઈ અને થાણેમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. તેની સાથે જોડાયેલી ઘટનાઓમાં 7 લોકોના મોત થયા છે. નાલા સોપારા, વસઈ, નવી મુંબઈ અને થાણેના અનેક વિસ્તારોમાં સોમવારે પાણી ભરાઈ ગયું છે. નાલા સોપારામાં રેલવે ટ્રેક પર પાણી ભરાવાના કારણે લોકલ ટ્રેન ધીમી ચાલી રહી છે. રેલવેનું કહેવું છે કે બાકી વિસ્તારોમાં ટ્રેન સેવા પર કોઈ અસર નથી પડી. બીજી તરફ, હવામાન વિભાગે સોમવારે 15 રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. રાજસ્થાનમાં વરસાદ રોકાવાથી રવિવારે 8 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીની પાર થઈ ગયું હતું.

    મુંબઈમાં સોમવારે સ્કૂલ-કોલેજોમાં રજા

    મહાનગરના દાદર, સાયન, માટુંગા, બાંદ્રા, ખાર, સાંતાક્રૂઝ, કાંદીવલી, બોરીવલી અને કોલાકા સહિત અનેક વિસ્તારોમાં સોમવાર સવારથી ભારે વરસાદ ચાલુ છે. માટુંગા અને કિંગ સર્કલ રેલવે સ્ટેશનના ટ્રેક પર પાણી ભરાઈ ગયા. મહારાષ્ટ્રના શિક્ષણમંત્રી વિનોદ તાવડએ મુંબઈની તમામ સ્કૂલ-કોલેજોમાં રજાની જાહેરાત કરી દીધી છે. હવામાન વિભાગ મુજબ, રવિવાર સવારે 8.30 વાગ્યાથી સોમવાર સવારે 8.30 વાગ્યા સુધીમાં કોલાબામાં 170.6 મિલીમીટર અને સાંતાક્રૂઝમાં 122 મિલીમીટર વરસાદ રેકોર્ડ થયો છે. ભારે વરસાદ થવાના કારણે રવિવારે બસ સેવાઓ પણ રોકવામાં આવી હતી. ઘાટકોપર સ્ટેશન સ્થિત એક બ્રિજ પર તિરાડો પડી ગઈ છે, જેના કારણે તેને બંધ કરી દેવામાં આવ્યો.

    મુંબઈમાં 24 કલાકથી ભારે વરસાદ, કુર્લામાં મકાનનો હિસ્સો પડ્યો

    મુંબઈમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. વિવિધ દુર્ઘટનાઓમાં સાત જણનાં મોત થયાં હતાં. દરમિયાન શહેરમાં કુલ 12 સ્થળે શોર્ટસરકિટની ફરિયાદો અગ્નિશમન દળ પાસે આવી હતી. તેમાં પીએમજીપી કોલોની, મોહિતે પાટીલ નગર, ઘાટકોપર માનખુર્દ લિંક રોડ, માનખુર્દ ખાતે એક મહિલા અને એક નાનું બાળક ઘાયલ થયા હતા. સારવાર દરમિયાન ઉષા સાવંત (40)નું મોત થયું હતું. અંધેરી પૂર્વમાં આંબેવાડી ખાતે કૂવામાં પડતાં વિશાલ વિલાસ અંબોરે (25)નું મોત થયું હતું. દરમિયાન કુર્લા પશ્ચિમમાં હલાવપુલ વિસ્તારમાં ત્રણ માળની ઈમારતનો કેટલો ભાગ તૂટી પડ્યો હતો. જેમાં પાંચ જણ ઘાયલ થયા હતા. સિંધુદુર્ગ જિલ્લાના તિલારી ઘાટમાં કાર ખીણમાં પડતાં પાંચ જણનાં મોત થયાં હતાં.
    વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો
  • Heavy rains in Mumbai: 7 people Died and 5 injured in a building Collapsed
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    મુંબઈમાં ભારે વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા.
  • Heavy rains in Mumbai: 7 people Died and 5 injured in a building Collapsed
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    મુંબઈ અને થાણેમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે.
  • Heavy rains in Mumbai: 7 people Died and 5 injured in a building Collapsed
    ભારે વરસાદને કારણે કુર્લામાં ફુટઓવર બ્રિજ (એફઓબી)માં પાણી ભરાઈ ગયું હતું.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Maharashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ