ફિલ્મ / બોલીવુડ એક્ટર કિરણ કુમારની ગુજરાતી ફિલ્મ 'હવે થશે.. બાપ રે...' 18 જાન્યુઆરીએ રિલીઝ થશે

have thashe bap re film release on 18 jan in gujarat
X
have thashe bap re film release on 18 jan in gujarat

  • 18 જાન્યુઆરીએ ફિલ્મ “હવે થશે… બાપ રે…” રિલીઝ થશે

Divyabhaskar.com

Jan 11, 2019, 11:02 AM IST

રાજકોટ: ગુજરાતી ફિલ્મોમાંથી બોલીવુડ સુધી પહોંચેલા કિરણ કુમાર ફરી પાછા ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે. કિરણ કુમાર પોતાની અપકમિંગ ગુજરાતી ફિલ્મ “હવે થશે…બાપ રે…”માં લીડ રૉલમાં જોવા મળશે. જે આગામી 18મી જાન્યુઆરીએ ગુજરાત સહિત મુંબઈના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

કિરણ કુમારે લગભગ 80 જેટલી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે

સંપૂર્ણ પારિવારિક એવી આ ફિલ્મના ડિરેક્ટર નીરવ બારોટ છે.  આ ફિલ્મમાં તેમણે મુખ્ય પાત્ર તરીકે બૉલીવુડના જાણીતા કલાકાર કિરણ કુમારની પસંદગી કરી છે. જેઓ આ ફિલ્મમાં KKનું પાત્ર ભજવી રહ્યા છે. અભિનેત્રી કુમકુમ દાસ કે જે KKની પત્નીનું પાત્ર ભજવી રહી છે અને અભિનેત્રી ક્રિના શાહ કે જે ફિલ્મમાં KKની વહુ આરતીનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર જોશો તો તમને અંદાજો આવશે કે આ ફિલ્મ ક્યાંક ને ક્યાંક પારિવારિક સંબંધોની આસપાસ ફરે છે. આ ફિલ્મમાં એક 6 વર્ષના નાના બાળકથી લઇને જીવન હારી ગયેલા વૃદ્ધ સહિતના દરેક પાત્રોને આવરી લેવામાં આવ્યા છે. એટલે કે જોવા જઇએ તો આ એક સંપૂર્ણ પારિવારીક ફિલ્મ છે. કિરણ કુમાર એક બૉલીવુડ અભિનેતા છે કે જેને લગભગ 80 જેટલી ગુજરાતી ફિલ્મમાં અભિનય કર્યો છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી