Home » Maharashtra » Latest News » Mumbai » Gujarati films & Veteran actress Rita Bhaduri dies due to kidney fail in mumbai rita died at 62 years age

જાણીતી અભિનેત્રી રીટા ભાદૂરીનું નિધન, કિડની ફેલ થતાં 10 દિવસથી હતા ICUમાં, બપોરે અંતિમ સંસ્કાર

Divyabhaskar.com | Updated - Jul 17, 2018, 10:18 AM

રીટાએ 100થી વધુ ગુજરાતી ફિલ્મ્સમાં કામ કર્યું છે. 40-50 હિંદી, 2 ભોજપુરી-બંગાળી, મરાઠી ફિલ્મ્સમાં કામ કર્યું હતું

  • Gujarati films & Veteran actress Rita Bhaduri dies due to kidney fail in mumbai rita died at 62 years age

    મુંબઈ: 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કરનારા રીટા ભાદૂરી આપણી વચ્ચે નથી રહ્યા. આજે મુંબઈની એક હોસ્પિટલમાં તેમણે આખરી શ્વાસ લીધા હતા. તેમની કિડની ફેલ થતાં છેલ્લા 10 દિવસથી આઈસીયુમાં હતાં. એક્ટર શિશિર શર્માએ પોતાની ફેસબુક વોલ પર રીટા ભાદૂરીના નિધનની જાણ કરી હતી. સાથે જ ભાદૂરીના અંતિમ સંસ્કાર આજે 17મી જુલાઈએ બપોરે કરવામાં આવશે તેવી જાણકારી આપી હતી. રીટા ભાદૂરીના અંતિમ સંસ્કાર બપોરે 12 વાગ્યે અંધેરી ઈસ્ટમાં આવેલા પારસીવાડા ચકલા ખાતેના સ્મશાનમાં કરવા આવશે.

    જન્મે બંગાળી


    ઉત્તરપ્રદેશના લખનૌ ખાતે જન્મેલાં રીટા ભાદૂરી બંગાળી પરિવારમાં જન્મ્યાં હતાં. તેમનાં પિતાની નોકરીના કારણે ઉત્તરપ્રદેશમાં તેમનો પરિવાર વસતો હતો. આથી હિન્દી માહોલમાં તેમનો ઉછેર થયો હતો. પ્રારંભિક શિક્ષણ લખનૌ ખાતે લીધા પછી તેમણે પુણે સ્થિત ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાંથી અભિનય અને ફિલ્મનિર્માણની વિધિવત્ત તાલીમ મેળવી હતી. ઉલ્લેખનીય છે કે રીટા ભાદૂરીએ લગ્ન કર્યા ન હતા. તેઓ 62 વર્ષની ઉંમરે ફાની દુનિયાને અલવિદા કરી હતી.

    કારકિર્દી

    રીટા ભાદૂરીએ પોતાની કરિયરની શરૂઆત મલયાલમ ફિલ્મથી કરી હતી. ત્યારબાદ રીટાએ હિંદી ફિલ્મ્સમાં કામ કરવાની શરૂઆત કરી હતી. રીટાએ 100થી વધુ ગુજરાતી ફિલ્મ્સમાં કામ કર્યું છે. 40-50 હિન્દી, 2 ભોજપુરી-બંગાળી, મરાઠી ફિલ્મ્સમાં કામ કર્યું હતું. રીટા ભાદૂરીએ હિન્દી ટીવી સીરિયલ્સમાં દાદીની ભૂમિકા ભજવી હતી.

    ગુજરાતી- હિન્દી ફિલ્મો

    પારકી જણી, ઘેર ઘેર માટીના ચૂલા, સમયની બલિહારી, ચુંદડીના રંગ, ચંદન ચાવાળી, અખંડ ચૂડલો જેવી ગુજરાતી ફિલ્મો ઉપરાંત મૈં માધુરી દિક્ષિત બનના ચાહતી હું, દિલ વિલ પ્યાર વ્યાર, ક્યા કહેના જેવી હિન્દી ફિલ્મોમાં પણ તેમની ભૂમિકા વખણાઈ હતી. એ સિવાય સંખ્યાબંધ ધારાવાહિકમાં પણ તેમની હાજરી નોંધપાત્ર છે. છેલ્લે તેમણે ગુજરાતી ફિલ્મ કેવી રીતે જઈશમાં પણ યાદગાર ભૂમિકા ભજવી હતી.


    રીટાએ ગુજરાતી શીખવા વેણીભાઇ પૂરોહિતનું ટ્યુશન રાખ્યું હતું


    ગુજરાતીનું પદ્ધતિસરનું શિક્ષણ મેળવવા માટે રીટા ભાદુરીએ ગુજરાતીના જાણીતા કવિ અને તારી આંખનો અફીણી ગીતના રચયિતા વેણીભાઈ પૂરોહિતનું ટ્યુશન રાખ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Maharashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ