ફિલ્મ રિલીઝ / ગુજરાતી ફિલ્મ શોર્ટ સર્કીટ 11 તારીખે ગુજરાત સહિત મુંબઈના સિનેમાઘરોમાં રિલીઝ થશે

gujarati film short circuit release in gujarat and mumbai
X
gujarati film short circuit release in gujarat and mumbai

  • ફિલ્મ સંગીત મિક્સિંગનું કામ એ.આર.રહેમાનનાં સ્ટુડીયોમાં થયું

Divyabhaskar.com

Jan 09, 2019, 12:50 PM IST
રાજકોટ: ગુજરાતની સૌપ્રથમ સાયન્સ-ફીક્શન ફિલ્મ શોર્ટ સર્કીટ આગામી 11 જાન્યુઆરીએ ગુજરાત સહિત મુંબઈના સિનેમાઘરોમાં રિલીઝ થશે. 2017માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ વિટામીન શી ના અભિનેતા ધ્વનિત ઠાકર અને ડિરેક્ટર-રાઈટર ફૈઝલ હાશમી તેમની ટીમ સાથે ગુજરાતની સૌપ્રથમ સાયન્સ ફિકશન ફિલ્મ લાવી રહ્યાં છે. જેમાં બ્લોકબસ્ટ ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસની લીડ એક્ટ્રેસ કિંજલ રાજપ્રિય અને જાણીતા સ્ટેન્ડ અપ કોમેડીયન અને એક્ટર સ્મિત પંડ્યા છે. 

એક્શન અને સસ્પેન્સથી ભરપુર ફિલ્મ શોર્ટ-સર્કીટ

ફિલ્મના સિનેમેટોગ્રાફી તથા એક્શન સીકવન્સીસ માટે ઈન્ટરનેશનલ ટીમ જોડાઈ છે. પ્રખ્યાત મ્યુઝીક કમ્પોઝર મેહુલ સુરતીએ શોર્ટ સર્કીટનું મ્યુઝીક કમ્પોઝ કર્યું છે. જે ટીમે તાજેતરમાં રિલીઝ થયેલી રજનીકાંતની ફિલ્મ 2.0નું સંગીત મિકસ્ડ કર્યું છે. તે જ ટીમએ આ ફિલ્મનું સંગીત મિક્સ કર્યું છે. શોર્ટ સર્કીટ પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે કે જેનું સંગીત મિક્સીંગનું કામ એ.આર.રહેમાનના સ્ટુડીયોમાં થયું છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી