Divya Bhaskar

Home » Maharashtra » Latest News » Mumbai » અભિનેત્રી દેવયાની પટેલનું મુંબઈમાં નિધન | Gujarati Actress Devyani Patel Dies In Mumbai

ગુજરાતી રંગભૂમિની લોકપ્રિય અભિનેત્રી દેવયાની પટેલનું મુંબઈમાં નિધન

Divyabhaskar.com | Updated - May 17, 2018, 11:47 PM

બાળ વયે અભિનય ક્ષમતા દેખાડનાર દેવયાનીબેન શરૂઆતમાં દેશી નાટક સમાજનાં નાટકોમાં કામ કર્યું હતું

  • અભિનેત્રી દેવયાની પટેલનું મુંબઈમાં નિધન | Gujarati Actress Devyani Patel Dies In Mumbai
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈ: જૂની-નવી ગુજરાતી રંગભૂમિની લોકપ્રિય અભિનેત્રી દેવયાની પટેલ-ઠાકરનું બુધવાર 15મી મેના રોજ મુંબઈ ખાતે અવસાન થયું છે. બાવન વર્ષની વયનાં દેવયાનીબેન છેલ્લા છ મહિનાથી બીમાર હતાં, એમના પતિ ભાવિન ઠાકર નાટકો-સિરિયલોનો નિર્માણ તેમ જ દિગ્દર્શન કરે છે.ચાર વર્ષની બાળ વયે અભિનય ક્ષમતા દેખાડનાર દેવયાનીબેન શરૂઆતમાં દેશી નાટક સમાજનાં નાટકોમાં કામ કર્યું હતું.

    નાનકડી વયે નાટ્યકાર સોહરાબ મોદી એમના ગુરુ હતા. ત્યાર બાદ ગુજરાતમાં પોતાની દેવયાની કલા મંદિર નામની કંપની શરૂ કરી ગુજરાતનાં ગામડાંઓમાં ખાડાની રંગભૂમિમાં નાટકો ભજવ્યાં હતાં તેમાં આર્થિક નુકસાન થતાં ફરી મુંબઈ આવી નાટકોમાં અભિનય કરવાનું શરૂ કર્યું હતું. મોટે ભાગે કોમેડી પાત્રો ભજવતાં દેવયાનીબેન એમના તેજદાર વાચિક-આંગિક અભિનયને કારણે મૂળ લોકપ્રિયતા પામ્યાં હતાં.

  • અભિનેત્રી દેવયાની પટેલનું મુંબઈમાં નિધન | Gujarati Actress Devyani Patel Dies In Mumbai
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Maharashtra

Trending