હડતાળ / ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશભરમાં કર્મચારીઓનો દેખાવો, મુંબઈમાં ટ્રાફિક ખોરવાયો

gujarat maharastra union-workers-on-2-day-nationwide-strike
X
gujarat maharastra union-workers-on-2-day-nationwide-strike

  • મહારાષ્ટ્રમાં ટ્રેનો રોકી દેખાવો કર્યો

  • બેંકોના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા

 

Divyabhaskar.com

Jan 09, 2019, 04:56 PM IST

મુંબઈ: દેશમાં વધતી બેરોજગારી દુર કરવા અને કેન્દ્ર સરકારની લોક વિરોધી નીતિઓના વિરોધમાં દેશભરના મજૂરો અને કર્મચારીઓ બે દિવસ માટે હડતાળ પર ઉતરી ગયા છે. 2 દિવસથી મોટા ભાગના સેક્ટરના કર્મચારીઓ અને મજૂરો હડતાળ પર ઉતર્યા હોવાથી તેની ભારે અસર જોવા મળી હતી. આ હડતાળમા બેંકના કર્મચારીઓ પણ જોડાયા છે જેને પગલે નાણાકીય વ્યવહાર પણ ખોરવાયો છે. મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, કેરળ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ સહીતના રાજ્યોમાં આ હડતાળની અસર જોવા મળી હતી. 

મુંબઇમાં ટ્રાન્સપોર્ટના 32 હજાર કર્મચારીઓ હડતાળમાં જોડાતા ટ્રાફિક ખોરવાયો

32 હજાર કર્મચારીઓ હડતાળમાં જોડાતા મુંબઇનો ટ્રાફિક ખોરવાયો હતો. આ કર્મચારીઓએ લઘુતમ વેતનની માગણી કરી હતી અને જો સ્વીકારવામાં ન આવે તો હડતાળ પણ પાછી નહીં ખેંચીએ તેવી ચીમકી આપી હતી. જેને પગલે હજારો બસ અને સરકારી વાહનોનાં પૈડા થંભી ગયા છે. તો પશ્ચિમ બંગાળમાં લાંબા રૂટની ટ્રેનો બ્લોક કરી દેવાઇ હતી. જેને પગલે મુસાફરોને ભારે હાલાકી ભોગવી પડી હતી. આ હડતાળમાં 20 કરોડ જેટલા કર્મચારીઓ, મજૂરો અને કામદારો જોડાયા છે. કેન્દ્ર સરકારની નીતીઓના વિરોધમાં અને લઘુતમ વેતન 18 હજાર કરવાની માગ સાથે આ આંદોલન કરવામાં આવી રહ્યું છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી