મુસાફરો આનંદો / ગુજરાત-મહારાષ્ટ્રની 15 ટ્રેનોમાં ફેબ્રુઆરીથી વધારાના કોચ જોડાયા

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર
X
ફાઈલ તસવીરફાઈલ તસવીર

  • મુંબઈ, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર-દક્ષિણ ભારત તરફ જતા મુસાફરોને મોટી રાહત મળી

Divyabhasakar.com

Feb 01, 2019, 04:54 PM IST
મુંબઈ: અમદાવાદથી પસાર થતી 15 ટ્રેનોમાં ફેબ્રુઆરી મહિનામાં વધારાના કોચ જોડવાનો મહત્વનો નિર્ણય પ્રશ્ચિમ રેલવે દ્વારા લેવાયો છે. મહત્વના રૂટો પર મુસાફરોના અતિભારે ધસારાને જોતા વેઈટીંગ લિસ્ટ ઘટાડવા માટે અને દરેક મુસાફરને મુસાફરી માટે સીટ મળી રહે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. મુંબઈ, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર-દક્ષિણ ભારત સહિતના વિસ્તારોને જોડતી ટ્રેનોમાં આ વધારાના કોચ જોડાશે. જેને લઈને ફેબ્રુઆરી માસમાં મુસાફરી કરતા હજારો મુસાફરોને મોટી રાહત થઈ જશે.

આ ટ્રેનમાં વધારાના કોચ જોડાશે

- હાવડા-પોરબંદર-હાવડા
- બ્રાન્દ્રા-જમ્મુ તવી વિવેક એક્સપ્રેસ
- ભાવનગર-બાન્દ્રા-ભાવનગર
- બાન્દ્રા-જામનગર-બ્રાન્દ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ
- ભુજ-દાદર-ભુજ સયાજીનગરી એક્સપ્રેસ
- ભુજ-બાન્દ્રા-ભુજ કચ્છ એક્સપ્રેસ
2. થર્ડ એસી-સ્લીપર સહિતના વધારા કોચ જોડાશે
- ભાવનગર-કોચુવેલી-ભાવનગર
- ઓખા-તુટીકોરીન-ઓખા
- ઓખા-જયપુર-ઓખા
- ઓખા-વારણસી-ઓખા
- બાન્દ્રા-પાલીતાણા-બાન્દ્રા
- બાન્દ્રા-જેસલમેર-બાન્દ્રા
- બાન્દ્રા-હિસાર-બાન્દ્રા
- ભુજ-બાન્દ્રા-ભુજ
- બાન્દ્રા-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી