• Home
  • Maharashtra
  • Latest News
  • Mumbai
  • સરકારી કોમ્પ્યુટર ટાઈપિંગ કોર્સ પણ જોખમમાં | Government computer typing course is also in danger

સરકારી કોમ્પ્યુટર ટાઈપિંગ કોર્સ પણ જોખમમાં

આ અભ્યાસક્રમનો સમાવેશ ન હોવાથી કોમ્પ્યુટર ટાઈપિંગ સંસ્થા બંધ પડવાના માર્ગે છે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - May 17, 2018, 11:32 PM
સરકારી કોમ્પ્યુટર ટાઈપિંગ કોર્સ પણ જોખમમાં | Government computer typing course is also in danger

મુંબઈ: પુણે ખાતે મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા પરિષદે શરૂ કરેલા ગવર્મેંટ સર્ટિફિકેટ ઈન કોમ્પ્યુટર ટાઈપિંગ બેઝિક કોર્સ (જીસીસી-ટીબીસી) અભ્યાસક્રમ જોખમમાં છે. સરકારના કોમ્પ્યુટર ક્વોલિફિકેશન આદેશમાં આ અભ્યાસક્રમનો સમાવેશ ન હોવાથી કોમ્પ્યુટર ટાઈપિંગ સંસ્થા બંધ પડવાના માર્ગે છે. તેથી સંસ્થાચાલક અને કર્મચારીઅોએ મહારાષ્ટ્ર રાજ્ય ટાઈપિંગ-શોર્ટહેન્ડ, કોમ્પ્યુટર ટાઈપિંગ સરકારમાન્ય સંસ્થાઓના સંગઠને આઝાદ મેદાન ખાતે આંદોલન કર્યું હતું.

સંગઠનના અધ્યક્ષ પ્રકાશ કરાળેએ જણાવ્યું કે સ્કૂલ શિક્ષણ મંત્રી વિનોદ તાવડેના હસ્તે કોમ્પ્યુટર ટાઈપિંગ અભ્યાસક્રમ શરૂ કરનાર સંસ્થાઓના પરિષદ સંલગ્નતાનું ઈ-સર્ટિફિકેટ 9 ઓગસ્ટ 2015ના આપવામાં આવ્યા હતા. એ સમયે તાવડેએ કોમ્પ્યુટર ટાઈપિંગ અભ્યાસક્રમને સરકારના કોમ્પ્યુટર ક્વોલિફિકેશન પરીક્ષામાં સમાવેશ કરવા માટે સમિતિ બનાવીને સરકારી ક્વોલિફેકેશનમાં સમાવેસ કરવાનું આશ્વાસન આપ્યું હતું. પણ એ પૂરું કર્યું નહોતું.

X
સરકારી કોમ્પ્યુટર ટાઈપિંગ કોર્સ પણ જોખમમાં | Government computer typing course is also in danger
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App