તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસલી હાપુસ કોંકણનો: જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન (GI) ટેગની મહોર લાગી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

મુંબઈઃ કોંકણના રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લા અને નજીકના વિસ્તારની હાપુસ કેરી પર આખરે જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ (જીઆઈ ટેગ)ની મહોર લાગી છે. આને કારણે હાપુસનું મૂળ કોંકણ જ હોવાનું અને ત્યાં પાકતા હાપુસ એ જ અસલી હાપુસ હોવાની મહોર લાગી છે.


જીઆઈ ટેગ એકાદ ઉત્પાદનનું ભૌગોલિક રીતે મૂળ સ્થાન દર્શાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તેમાંથી સંબંધિત ઉત્પાદનના દરજ્જાના માપદંડ પણ નક્કી થતા હોય છે. આ અગાઉ દાર્જીલિંગની ચા, મહાબળેશ્વરની સ્ટ્રોબેરી, જયપુરની પોટરી, બનારસી સાડી, તિરુપતિના લાડુ સહિત દેશનાં 325 ઉત્પાદનોને જીઆઈ ટેગ મળ્યો હોઈ હવે કેરીનો રાજા અર્થાત કોંકણના હાપુસને પણ સ્થાન મળ્યું છે. કેન્દ્રીય ઉદ્યોગ મંત્રાલયના પ્રયાસથી આખરે આ સફળતા મળી છે.


જીઆઈ ટેગને લીધે કોંકણના હાપુસની માગણી હવે વધુ વધી શકે છે. કોંકણને આર્થિક ફાયદો પણ થશે. કેરીના ખેડૂતો તેમ જ કેરીના વેપારમાં સંકળાયેલાં બધાં જ ઘટકો માટે આ શુભ સમાચાર છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી સુરેશ પ્રભુએ હાલમાં જ હાપુસના જીઆઈ ટેગનો લોગો અને ટેગલાઈનનું ઉદઘાટન કર્યું. જીઆઈ ટેગને લીધે મૂળ ઉત્પાદનને અને તેની સાથે સંબંધિત ઘટકોને યોગ્ય વળતર મળી શકે છે. ભારતમાં અનેક ઉત્પાદનોને જીઆઈ ટેગ મળ્યો હોઈ તેમાંથી એક રીતે ઉત્પાદન પ્રક્રિયામાં સહભાગી ઘટકોને બાંયધરી મળી છે, એમ પ્રભુએ આ સમયે જણાવ્યું હતું.

 

દરમિયાન મહારાષ્ટ્રના કોંકણ વિભાગમાં પાકતો હાપુસ જગપ્રસિદ્ધ છે. દેશમાં અને વિદેશમાં પણ હાપુસને ભરપૂર માગણી છે. દુનિયાનાં સૌથી વધુ લોકપ્રિય ફળોમાં હાપુસનો સમાવેશ થાય છે. યુરોપ, કોરિયા, જાપાનમાં હાપુસની હમણાં સુધી મોટે પાયે નિકાસ થતી હતી અને હવે અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ હાપુસની નિકાસ શરૂ થઈ છે.