ધરપકડ / મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, યુપીમાં નોકરીનાં બહાને 150થી વધુ યુવકો સાથે છેતરપિંડી, બેની ધરપકડ

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો
X
ફાઈલ ફોટોફાઈલ ફોટો

  • 150થી વધુ યુવકો સાથે છેતરપીંડિ કરી

Divyabhaskar.com

Feb 06, 2019, 11:08 AM IST
મુંબઈ: મુંબઇ સહિત મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં નોકરી અપાવવાના સપના બતાવી છેતરપિંડી કરનારી આંતરરાજ્ય ગેંગનો મુંબઇ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ટોળકીના  બે શખ્સને પોલીસે ઝડપી લીધા છે. જ્યારે તેમના અન્ય સાથીદાર ફરાર છે. આરોપીઓએ અંદાજે 150થી વધુ યુવકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.

કોલ સેન્ટર શરૂ કરી યુવતીઓ પાસે કોલ કરાવતા હતા

પોલીસે ભગીરથ ત્યાગી અને ઝાકીર હુસેનને ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે આ આરોપીઓએ એક કોલ સેન્ટર પણ શરૂ કર્યું હતું.  જેમાં આ આરોપીઓ નોકરીની શોધખોળ કરતાં યુવકોને એક યુવતી પાસેથી કોલ કરાવતા હતા અને યુવકોનું ઈન્ટરવ્યૂ કરતા હતા. બાદમાં વિદેશની ટિકિટ આપવાના બહાને તેમની પાસેથી રોકડ રકમ લેવામાં આવતી. પરંતુ તેઓ નોકરી આપતા ન હતા. 
 
2. ભોગ બનનારે ફરિયાદ કરતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું
છેતરપીંડિનો ભોગ બનેલા એક યુવકે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવા હતી. જેના આધારે પોલીસે તપાસ કરતાં સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. આ આરોપીઓએ મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં દોઢસોથી વધુ યુવક સાથે છેતરપિંડી કરી હોવાનું  સામે આવ્યું છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી