Home » Maharashtra » Latest News » Mumbai » First break in the diva to bullet train: villagers protest against giving land

બુલેટ ટ્રેનને દીવામાં પહેલો બ્રેક: જમીન આપવા માટે ગ્રામવાસીઓનો વિરોધ

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 04:29 AM

ગ્રામજનોને પૂછ્યા વિના તંત્રે જમીનનું સર્વેક્ષણ શરૂ કરતાં વિરોધ વકર્યો

  • First break in the diva to bullet train: villagers protest against giving land

    મુંબઈ: બુલેટ ટ્રેન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે તમામ શક્તિ કામે લગાડી દીધી છે. છતાં મુંબઈને અડીને આવેલા દીવામાં અનેક નાગરિકોએ વિરોધ નોંધાવ્યો છે. થાણે અને પાલઘર જિલ્લાના લગભગ 108 ગામની જમીન આ પ્રકલ્પને લઈ સંપાદિત કરવી પડવાની છે. આંચકાજનક વાત એ છે કે જેમની જમીન આ પ્રકલપ માટે સંપાદિત થવાની છે તેમને પૂછ્યા વિના પ્રશાસને તે જમીનનું સર્વેક્ષણ શરૂ કરી દીધું છે. આથી સરકારને ખેડૂતોના રોષનો સામનો કરવો પડવાનો છે.


    સરકાર બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કરતી વધુ આધુનિક ટેકનોલોજીની મદદતી ગણતરી કરી રહી છે. જોકે આ કરતી વખતે જેમની જમીન સંપાદન કરવામાં આવવાની છે તેમને જ સરકાર અને પ્રશાસન ભૂલી ગયા છે. તેમને વિશ્વાસમાં લીધા વિના સર્વે શરૂ કર્યો છે. દીવા ખાતે આગાસાન, પડલે, દેસઈ, મ્હાતર્ડી જેવાં ગામના લોકોની જમીન બુલેટ ટ્રેન પ્રકલ્પ અંતર્ગત આવવાની છે. આ જમીન ખેતી માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. આરંભમાં કોંકણ રેલવેએ જમીન લીધી. આ જ ગામોમા બે ડીપી રોડ જવાના છે.


    થાણે મહાપાલિકાએ 37 એકરની જમીન અલગ અલગ કારણો માટે આરક્ષિત કરી છે. તેમાં બુલેટ ટ્રેનને નામે સરકાર જમીન લઈ રહી હોવાથી ગ્રામવાસીઓમાં આક્રોશ છે. તેમણે સંઘર્ષ સમિતિ સ્થાપી હોઈ તે માધ્યમથી જિલ્લાધિકારી પાસે લડત ચલાવી રહી છે.

    કેટલી જમીન જોઈએ
    બુલેટ ટ્રેન માટે કુલ 1400 હેક્ટર જમીન સંપાદન કરવી પડશે, જેમાંથી સૌથી વધુ જમીન ગુજરાતમાં છે. મહારાષ્ટ્રમાં 353 હેક્ટર જમીન સંપાદન કરાશે. તેમાં થાણે અને પાલઘર જિલ્લા સૌથી વધુ પ્રભાવિત થશે, જ્યાંનાં કુલ 108 ગામડાં જશે. આજ સુધી ફક્ત 17 ગામને નોટિસ બજાવવામાં આવી છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોરિડોર લિમિટેડે જમીન સંપાદન માટે રૂ. 10 કરોડની જોગવાઈ કરી છે.


    સરકાર માટે કસરત
    આજ સુધી સરકારે મોટા પ્રકલ્પો હાથમાં લીધા ત્યાં જમીન સંપાદન મહત્ત્વનો મુદ્દો રહ્યો છે. પોતાની જમીનને માતાના રૂપમાં જોતા ખેડૂતો તેને છોડવા તૈયાર નથી. બુલેટ ટ્રેન પ્રકલ્પ સફેદ હાથી જેવો છે અને તે અમારે માથે થોપવામાં આવી રહ્યો છે એવી તેમની ભાવના છે. જેમની જમીન જવાની છે તેમને વિશ્વાસમાં લેવાયા નહીં હોવાથી વધુ અસંતોષ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Maharashtra

Trending

વીડિયો વધુ જુઓ